2021ના પ્રથમ દિવસે ગુડ ન્યૂઝ, કોરોના વેક્સીન કોવિશિલ્ડના ઉપયોગ માટે મળી મંજૂરી

On the first day of 2021, the good news was that the Corona vaccine was approved for use in Covishield

Corona Vaccine News Update – કોરોના વેક્સિનને લઈને નિષ્ણાત સમિતિ ની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. તેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી (Corona Vaccine) કોવીશિલ્ડની મંજૂરી આપવા માટે વિચાર કરવામાં આવ્યો. જે બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવેલી કોવીશીલ્ડ વેક્સીન ની ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ અંગે ડીસીઆઈજી દ્વારા આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

જીયોની ન્યુયર ગિફ્ટ, તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ સાથે લોન્ચ કર્યા 4 સસ્તા પ્લાન

LIC Kanyadan Policy – રોજના 121 રૂપિયાની બચતથી મળશે 27 લાખ રૂપિયા

આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ એમ ત્રણેયને એક પછી એક પ્રેઝન્ટેશન આપવાનું હતું. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટનું પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે અને, કોવીશીલ્ડ વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

ડ્રાય રન માટેની તૈયારીઓ શરૂ

2 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી દેશના દરેક રાજ્યમાં વેક્સીન માટે ડ્રાય રન કરવામાં આવશે. ડ્રાય રનની તૈયારીઓ માટે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન ની આગેવાનીમાં બેઠક ચાલી રહી છે. આની પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્રપ્રદેશ માં ડ્રાય રન કરવામાં આવ્યા હતા, જેના પરિણામ ઘણા સકારાત્મક રહ્યા હતા.

30 કરોડ લોકોને રસી આપવામાં આવશે

પ્રાથમિકતાના આધાર પર 30 કરોડ લોકોને પ્રથમ વેક્સીન (vaccine) આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીની નજર હેઠળ આ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ભારત હવે વેક્સીનને લઈને છેલ્લા તબક્કામાં પહોંચી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે વેક્સીનને લઈને શું છે પરિસ્થતિ.

– ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવીશીલ્ડ પણ તૈયાર છે.
– ભારત બાયોટેક અને ICMRની વેક્સીન તૈયાર છે.
– બંને કંપનીઓને ઈમરજંસી ઉપયોગ માટે ગમે ત્યારે મંજૂરી મળી શકે છે.
– અમેરિકની કંપની ફાઈઝર ની વેક્સીન પણ તૈયાર છે.ફાઈઝરની વેક્સીન પણ ભારતમાં મળશે.
– ફાઈઝરની વેક્સિનને લઈને કમિટી દ્વારા અમુક જાણકારી મેળવવામાં આવી રહી છે.
– એના પછી ચોથી વેક્સીન પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
– આ વેક્સીન ઝાયડસ કેડિલા બનાવી રહી છે.
– એનો ત્રીજ ફેઝમાં ટ્રાયલ ચાલુ થશે.
– ઝાયડસ કેડિલા પણ મંજૂરી માંગવાની તૈયારીમાં છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment