Business

ખુશખબર – Jioના આ પ્લાનમાં હવે મળશે વધુ ડેટા

Reliance Jio 11 4G Data Plan - Now Get 1GB Data

Reliance Jio 11 4G Data Plan Voucher

રિલાયન્સ જીઓએ યુઝર્સ માટે ખુશખબર આપી છે. જીઓએ તેના 11 (Jio 11 4G Data Plan) રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં પહેલાની તુલનામાં હવે વધારે ડેટા વાપરવા મળશે. આ પ્લાનનો ફેરફાર જીઓની ઓફિશ્યિલ વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે.

Jio Vs Airtel Vs Vi – આ રહ્યું 2જીબી ડેઈલી ડેટા વાળા સસ્તા પ્લાનનું લિસ્ટ

ફાયદાની વાત – Vodafone Idea ની ગ્રાહકોને શાનદાર ભેટ, જાણો વિગત

Reliance Jio 11 4G Data Plan

Reliance Jio 11, 21, 51, 101 4g data plansજીઓના 11 રૂપિયા વાળા 4જી ડેટા વાઉચર માં હવે ગ્રાહકોને 1જીબી ડેટા મળશે. પહેલા આ પ્લાનમાં 800એમબી ડેટા મળતો હતો. અહીં એક વાત જે ધ્યાન આપવા જેવી છે તે છે કે કંપનીએ વેલિડિટીમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેનો મતલબ છે કે વાઉચર પોતાના હાલના પ્લાનની વેલિડિટી સુધી ઉપલબ્ધ રહેશે.

Jio 21, 51, 101 4G Data Voucher

જીઓ પાસે 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયા વાળા એડ-ઓન પ્લાન્સ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં ક્રમશ 2જીબી, 6જીબી અને 12જીબી ડેટા ગ્રાહકોને મળે છે. આ તમામ વાઉચર્સની વેલિડિટી તમારા પ્લાન્સની વેલિડિટી સુધી રહેશે.

Jio 151, 201, 251 Data Plans

Jio 151, 201, 251 Rs Data Plans Voucher

આ સિવાય જીયો પાસે ત્રણ અન્ય ડેટા પ્લાન્સ પણ છે. જે 151 રૂપિયા, 201 રૂપિયા અને 251 રૂપિયા વાળા પ્લાન છે. આ પ્લાન વર્ક ફ્રોમ હોમની કેટેગરીમાં આવે છે. આમ ક્રમશ 30જીબી, 40જીબી અને 50 જીબી ડેટા મળે છે. આ ત્રણેય પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.

આપને એ પણ જણાવી દઈએ કે ઍરટેલે પણ બુધવારે બે નવા ડેટા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન 78 રૂપિયા અને 248 રૂપિયાની કિંમતના છે. આ પ્લાનમાં ક્રમશ 5જીબી અને 25જીબી ડેટા ગ્રાહકોને ઓફર કરવામાં આવે છે.

એરટેલના આ નવા ડેટા પ્લાનની ખાસ વાત એ છે કે વિંક મ્યુઝિકનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ફ્રી માં મળે છે. કંપની 78 રૂપિયા વાળા પ્લાનમાં 1 મહિના માટે અને 248 રૂપિયાના પ્લાનમાં 1વર્ષ માટે ફ્રી માં આપે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ