Gujarat News

સરકારની જાહેરાત – 11 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં ખુલશે સ્કૂલો

Schools Reopen from 11 January 2021 in Gujarat

Schhols Reopen from 11th January

Schools Reopen in Gujarat – ગુજરાતમાં કોરોના કાબુમાં આવતા હવે 11 જાન્યુઆરીથી સ્કૂલો શરુ છે. આજે રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન ના કારણે માર્ચ 2020થી સ્કૂલોમાં શિક્ષણ બંધ હતું. શરૂઆતમાં ધોરણ 10 અને 12ના વર્ગો જ શરુ થશે. તમામ બોર્ડ તેમજ ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ સ્કૂલો જ ખોલવામાં આવશે. સરકારે એ સ્પષ્ટતા કરી છે કે અન્ય ધોરણ માં હાલ કોઈ પ્રમોશન આપવાનો વિચાર નથી. જેટલો પણ અભ્યાસક્રમ પૂરો થશે એના આધારે જ પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણય આજેકેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યોછે.

Realmeના આ 7 સ્માર્ટફોન મળી રહ્યા છે એકદમ સસ્તામાં, જાણો વિગત

કેન્દ્ર સરકારની SOPની ગાઈડલાઈન પ્રમાણે શાળા કોલેજો ખુલશે અને તેનું પાલન પણ કરવાનું રહેશે. તમામ સ્કૂલો અને કોલેજોએ વિદ્યાર્થીઓના ટેમ્પ્રેચર, બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે. તમામ જવાબદારી સ્કૂલના સંચાલકો તેમજ જે-તે અધિકારીઓની રહેશે.

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ ગઈકાલે પણ રાજ્યમાં 655 કેસો નોંધાયા હતા. જોવા જઈએ તો દેશભરમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં સરકાર દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ફરી સ્કૂલો શરૂ થવાના નિર્ણયથી વાલીઓ સહમત છે કે કેમ તે જોવાનું રહેશે.

ક્યાં નિયમોનું પાલન કરવાનું રહેશે

ફેસ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

બે લોકો વચ્ચે 6 ફૂટનું સામાજિક અંતર રાખવું પડશે.

ગમે ત્યાં થૂકી શકાશે નહીં.

જરુર પડે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

અમુક સમયના અંતરે હાથ ધોવા પડશે.

બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જઈ શકશે, જેના માટે વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર સખત પ્રતિબંધ રહેશે.

એસી લાગેલું હોય તો તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી જે તે સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, પાણીની બોટલ જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થીઓને વધારે સંખ્યામાં એકસાથે લેબોરેટરીમાં લઈ જઈ શકાશે નહીં.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment