Rashifal

10 જાન્યુઆરી રાશિફળ – 2 અશુભ યોગને કારણે 5 રાશિઓએ દિવસભર સંભાળીને રહેવું પડશે

10 January Rashifal 2021 - Today Rashifal in Gujarati

Today 10 January Rashifal or Horoscope 2021

Today Rashifal 10 January 2021 – રવિવારના રોજ 2 અશુભ યોગને છે, જેને કારણે 5 રાશિઓએ દિવસભર સંભાળીને રહેવું પડશે. મિથુન રાશિના જાતકોએ આજે બિઝનેસ સંબંધી કામોમાં સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે. કર્ક રાશિના જાતકો આજે કોઈપણ કામમાં વધુ પૈસા ન લગાવે, કારણ કે નુકસાન થવાની શક્યતા વધારે છે.

કન્યા રાશિના જાતકોને મુશ્કેલીઓ અને ગભરામણને કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકોએ બેદરકારીથી બચવું, નહીંતર ઉપરી અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિના ધારકોએ સ્વાસ્થ્ય અને કામકાજમાં સાવધાની રાખવી પડશે.

મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકો ગ્રહોના અશુભ પ્રભાવથી બચી જશે.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

16 જાન્યુઆરીથી શરૂ થશે દેશમાં કોરોના વેક્સિનેશન, પહેલા 3 કરોડ આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે

Today 10 January Rashifal 2021 in Gujarati

મેષ રાશિફળ – Aries Horoscope

પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ ઉત્તમ રહેશે. આ રાશિના લોકો પોતાના કાર્યો પ્રત્યે પૂર્ણ ક્ષમતાથી સમર્પિત રહે છે. વ્યવસાયમાં તમને તમારી મહેનતનું પૂર્ણ પરિણામ મળશે. આજે તમે દરેક મુશ્કેલ લક્ષ્યને પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઘરને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થઇ શકે છે. ક્યારેક-ક્યારેક તમારા મન પ્રમાણે કામ ન થવાથી તમે અસહજ અનુભવ કરી શકો છો.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

વ્યવસાયમાં મન પ્રમાણે ફળ પ્રાપ્ત થવાની આશા છે, પરંતુ તમારા પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહો. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમને આ અનુભવ થશે કે માનવ જીવનનો સાચો અર્થ શું છે. વ્યસ્ત હોવા છતાં સંબંધીઓ અને મિત્રો સાથે થોડો સારો સમય પસાર થશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ સામાન્ય રહેશે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

નજીકના લોકો સાથે મનોરંજનમાં સમય પસાર થશે. અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ તમારા સ્વભાવને વધારે પોઝિટિવ બનાવશે. જીવનસાથી સાથે સંબંધ મધુર અને સારા જળવાયેલાં રહેશે. બધાં કામ સમજી-વિચારીને તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમને અવશ્ય સફળતા મળશે. આ સમયે વ્યવસાયને લગતાં કોઇપણ કામમાં ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

વ્યવસાયમાં કોઇ નવી જવાબદારી તમારી ઉપર આવી શકે છે. થોડા લોકો સાથે તમારા સંપર્ક લાભદાયક બનશે. જેનાથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું પણ સમાધાન મળી શકશે. જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરમાં તમારો સહયોગ જરૂરી રહેશે. કોઇ નજીકના વ્યક્તિ સામે સમસ્યા જાહેર કરવાથી ચર્ચા-વિચારણા દ્વારા સમાધાન મળી શકશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

કોઇ જગ્યાએથી કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે મુક્તિ મળી શકે છે. વડીલોના આશીર્વાદ અને સલાહથી તમારી ઉન્નતિના નવા માર્ગ ખૂલશે. બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસ ધરાવતા લોકોએ સાવધાન રહેવું. વ્યવસાયમાં ચાલી રહેલી સ્પર્ધામાં તમારો વિજય નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

કન્યા રાશિફળ – Virgo Horoscope

આજે તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવી શકે છે. જેનાથી તમે પ્રશંસાને પાત્ર બનશો. પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહેશે. વ્યાવસાયિક પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે. કોઇપણ પ્રકારની યાત્રા ન કરો, કોઇ ફાયદો થશે નહીં. છેલ્લાં થોડા સમયથી જે કાર્યમાં વિઘ્ન આવી રહ્યું હતું, આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે.

તુલા રાશિફળ – Libra Horoscope

એકબીજા સાથેના સંબંધોમાં સુધાર આવશે. આજે ભવિષ્યને લગતી યોજના ઉપર ધ્યાન કેન્દ્રિત થશે. ભાડુઆતને લગતાં મામલે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. કોઇ વારસાગત સંપત્તિને લગતું કામ અટકેલું છે તો તેનો કોઇ ઉકેલ મળી શકે છે. જો વ્યવસાય વધારવા માટે કોઇની સાથે પાર્ટનરશિપનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના ઉપર તરત કામ શરૂ કરો.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન બતાવો. માંગલિક કાર્યને લગતી શોપિંગની યોજના બની શકે છે. આજે વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો તથા પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ થશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. આજે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. સંપત્તિને લગતો વિવાદ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે. કોઇની મદદ કરતાં પહેલાં તમારા બજેટનું પણ ધ્યાન રાખો. કાર્યસ્થળ પર તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણય યોગ્ય રહેશે. તમે જે કોઇ કામને કરવાનું મનમાં વિચારશો તો તેને પૂર્ણ કરીને જ રહેશો.

મકર રાશિફળ – Capricornus Horoscope

પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. સમાજમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુ, સંમેલન વગેરેમાં સન્માન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓના સહયોગથી તમે તમારા કામને વધારી શકશો. ધનને લગતા મામલા દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લેવા.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

તમે છેલ્લાં થોડા સમયથી જે યોજના બનાવી હતી, તેને શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. જીવનસાથીનો સહયોગ ઘરની વ્યવસ્થાને ખૂબ જ વ્યવસ્થિત જાળવી રાખશે. તમારી યોગ્યતા અને આવડતનો ભરપૂર ઉપયોગ કરો. તમારું કામ કઢાવવા માટે થોડું સ્વાર્થીપણુ લાવવું પણ જરૂરી છે. તમારા રસના કાર્યો માટે પણ થોડો સમય કાઢો. વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલી ખૂબ જ ઉત્તમ રહેશે.

મીન રાશિફળ – Pisces Horoscope

આ સમયે ઘર પરિવારને લગતી દેખરેખમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. મશીન, કારખાનાને લગતાં વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. મીડિયા તથા ઇન્ટરનેટના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ અચાનક જ પૂર્ણ થવાની સંભાવનાઓ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ