Rashifal

16 જાન્યુઆરી રાશિફળ – શનિવારનો દિવસ આ રાશિના જાતકો માટે અતિશુભ રહેશે

16 January Rashifal in Gujarati - Today gujarati rashifal

16 January Rashifal, Today gujarati

Today 16 January Rashifal in gujarati – શનિવારના દિવસે એક શુભ અને એક અશુભ યોગ બની રહ્યો છે. આ યોગથી 6 રાશિને ફાયદો જ્યારે બીજી 6 રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. આજનો દિવસ મેષ અને મીન રાશિના જાતકો માટે અતિશુભ રહેશે, ગ્રહ સ્થિતિ પક્ષમાં રહેશે. કુંભ-તુલા સહિત 6 રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં ગ્રહ-નક્ષત્રનો સાથે મળશે. કર્ક, સિંહ, કન્યા, ધન, મકર તથા મીન રાશિના જાતકો માટે મધ્યમ દિવસ રહેશે.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

રાત્રિ કર્ફ્યુને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત

ગૂગલે છેતરપિંડી કરી લોન આપનાર એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

Today 16 January Rashifal 2021 in Gujarati

મેષ રાશિફળ – Aries Horoscope

પતિ-પત્ની ઘર તથા વેપાર બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખે. કામ પ્રત્યે સમર્પણ તમને નવી સફળતા પ્રાપ્ત કરાવશે. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે સારી સફળતા પણ પ્રાપ્ત કરી શકશો. બાળકો સાથે પણ તેમની ગતિવિધિઓ અંગે જાણકારી મેળવવા માટે સમય યોગ્ય છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા સ્વાભિમાન અને આત્મબળને વધારવામાં ભરપૂર યોગદાન આપી રહી છે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

ધ્યાન રાખો કે કોઇ નકારાત્મક વાતના કારણે નજીકના સંબંધોમાં કટુતા આવી શકે છે. આજે તમે તમારું ધ્યાન ભવિષ્યના લક્ષ્ય તરફ કેન્દ્રિત રાખશો તો તમને યોગ્ય સફળતા મળશે. જનસંપર્ક વધારે સારું બનશે. માર્કેટિંગના કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. ઘરમાં પણ કોઇ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમને લગતી ગતિવિધિઓની યોજના બનશે. વ્યવસાયિક ફેરફાર અંગે સંભાવનાઓ પ્રબળ થશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

તથા કોઇ મનોવાંછિત કામ પૂર્ણ થવાથી મનમાં વધારે સુકૂન અને સુખ પ્રાપ્ત થશે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ઉપર જરૂર ધ્યાન આપો, તમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. વેપાર તથા કારોબારમાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. આજે કોઇ સારા શુભ સમાચાર મળી શકે છે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

વ્યવસાયમાં નવા સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઇ બહારના મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે દલીલ થઇ શકે છે. સમય શાંતિદાયક પસાર થશે. ધર્મ-કર્મના મામલે પણ રસ રહેશે. આજે થોડો સમય તમારા રસને લગતાં કાર્યોને કરવામાં પણ પસાર કરો. તમે તમારી સમજણથી સમસ્યાઓનો ઉકેલ શોધી લેશો. મોટાભાગનો સમય ઘરની વ્યક્તિગત ગતિવિધિઓને પૂર્ણ કરવામાં જ પસાર કરો.

સિંહ રાશિફળ – Leo Horoscope

કોઇપણ પરેશાનીમાં જીવનસાથી કે પારિવારિક સભ્યની સલાહ લો. મશીન સાથે જોડાયેલાં કાર્યોમાં થોડી મુશ્કેલી આવી શકે છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. થોડો સમય આત્મચિંતન કે આધ્યાત્મિક સ્થળે પસાર કરો. વ્યસ્ત હોવા છતાં તમે થોડો સમય તમારા મિત્રો અને સંબંધીઓ માટે પણ કાઢશો. જેથી તમારા તેમની સાથે સંબંધ વધારે મજબૂત થશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવાથી દિવસ સારો પસાર થશે. કોઇ ઉધાર આપેલાં રૂપિયા પણ પાછા મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ વધવાથી તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે. વિદ્યાર્થી કે યુવા વર્ગ પોતાના લક્ષ્ય અંગે સંપૂર્ણ સમર્પિત રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા હિસાબ-કિતાબને પારદર્શી રાખો.

તુલા રાશિફળ – Libra Horoscope

તમારું સંતુલિત તથા સ્વાભિમાની વ્યક્તિત્વ તમને આગળ વધવાની તક આપશે. તમારો કોઇ નજીકનો વ્યક્તિ જ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઇ અનુભવી તથા જવાબદાર વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે મદદગાર રહેશે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. કોઇપણ મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારનો પૂર્ણ સહયોગ મળશે. આજે વ્યવસાયિક પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. પાર્ટનરશિપને લગતી ગતિવિધિઓ લાભદાયક રહેશે. પ્રતિષ્ઠિતલોકો સાથે મુલાકાત થઇ શકે છે. લાભ અને સન્માનજનક સ્થિતિઓ બનશે. લગ્નજીવન સુખમય રહેશે. ઘરના વડીલોની સલાહને ઇગ્નોર કરશો નહીં. આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

પરિવાર સાથે શોપિંગ તથા ડિનરમાં સમય પસાર થશે. તમને ફોન કે ઈમેઇલ દ્વારા કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જેનાથી તમને હિંમત અને આત્મવિશ્વાસ મળશે. ઘરમાં માંગલિક કાર્યોને લગતી યોજના બનશે તથા પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ પણ રહેશે. વ્યવસાય તથા નોકરી બંને જગ્યાએ પોતાની કાર્યપ્રણાલીમાં થોડા પરિવર્તનની જરૂર છે.આવક સાથે-સાથે ખર્ચની સ્થિતિ પણ રહેશે. જેના કારણે બચત થઇ શકશે નહીં.

મકર રાશિફળ – Capricornus Horoscope

આજે તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. વધારે લાભની સંભાવના નથી પરંતુ તમે તમારા બજેટને સંતુલિત જાળવી રાખવામાં સક્ષમ રહેશો. લગ્નજીવન તથા વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિયંત્રણ તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

તમારી લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધારો. પ્રેમ સંબંધોમાં પારિવારિક સહમતિથી લગ્નને લગતી યોજનાઓ શરૂ થઇ જશે. તમારો સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ તમારી છાપને સારી જાળવી રાખશે. રોજિંદા કાર્યોથી તમે કંટાળીને તમારો મોટાભાગનો સમય રસના કાર્યોમાં પસાર કરો. વ્યવસાયમાં આજે માર્કેટિંગને લગતાં કાર્યોને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. આજે કોઇ પ્રકારની લોન કે ઉધાર લેવાની કોશિશ ન કરો.

મીન રાશિફળ – Pisces Horoscope

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં ખરાબ સંબંધોમાં સુધાર આવશે. આજની ગ્રહ સ્થિતિ તમને કોઇ શુભ સમાચાર આપવાની છે. બાળકોને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. જો કોઇને વચન આપ્યું છે તો તેને અવશ્ય પૂર્ણ કરો. વ્યવસાયમાં ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે. પતિ-પત્ની મળીને પરિવાર તથા બાળકોને લગતા મામલે વિચાર-વિમર્શ કરશો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ