Rashifal

18 જાન્યુઆરી રાશિફળ – 2 અશુભ યોગને કારણે આ રાશિના જાતકોએ સાવચેતીથી નિર્ણયો લેવા

18 January Rashifal in Gujarati - Today gujarati rashifal

18 January Rashifal, Today gujarati rashifal

Today 18 January Rashifal in gujarati – સોમવારના રોજ ચંદ્ર સૂર્યોદયના સમયે પૂર્વાભાદ્રપદ પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. આ કારણે મુસલ તથા ગદ નામના બે અશુભ યોગ બની રહ્યા છે. આમ આ યોગની અસર 5 રાશિના જાતકો પર પડશે. અશુભ યોગ હોવાથી મકર રાશિએ સાવચેતીથી નિર્ણયો લેવા, અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી. મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે.

વોટ્સએપ એકાઉન્ટ નહીં થાય બંધ, નવી પ્રાઈવેસી પોલિસી મે મહિના સુધી ટળી

Today 18 January Rashifal 2021 in Gujarati

મેષ રાશિફળ – Aries Horoscope

તમને વ્યવસાયમાં સકારાત્મક પરિવર્તન ગમશે અને લોકોની નજરમાં પણ આવશો. રોજગારી ક્ષેત્રે તમારી ક્ષમતાઓ વિસ્તરશે, જે તમને નવી તકો આપશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે થોડી મુશ્કેલીઓ આવી શકે છે.સાસરિયા પક્ષ તરફથી સંબંધોમાં સુધારા થશે. લવ લાઇફમાં તમારી વ્યસ્તતાના કારણે થોડો તણાવ આવી શકે છે. માતા સાથે વૈચારિક મતભેદો હોઈ શકે છે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે. આર્થિક મામલે વધારે ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. તમારો ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે. જેના કારણે તમારા વિચારો પોઝિટિવ અને સંતુલિત થશે. ક્યારેક મન પ્રમાણે અતિ આત્મવિશ્વાસના કારણે દગો થઇ શકે છે. આ સમયે બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે શરૂ કરીને ચાલો. વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વધારે સુધારની સંભાવના નથી.

મિથુન રાશિફળ- Gemini Horoscope

લવ લાઇફમાં તમારું માન વધશે. સપ્તાહના પહેલા દિવસે તમારા પ્રભાવ અને ખ્યાતિનો ક્ષેત્ર વિસ્તરશે. વિદેશ સંબંધિત કામમાં તમને સફળતા મળશે અને વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને બચતમાં વિકાસ થશે. જો તમે મીડિયા અથવા જાહેર સેવા સાથે સંકળાયેલા છો તો પછી તે બિઝનેસ પાર્ટીમાં જવું જરૂરી રહેશે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને નાના સભ્યો સાથે સારો સમય પસાર થશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

વિવાહ કરવા માગતા લોકો માટે થોડી સારી તકો આવશે. તમે કાર્યક્ષેત્રમાં જે ફેરફાર કરો છો તેના સકારાત્મક પરિણામો આવશે. રાજકીય પક્ષ બાજુથી તમને ફાયદો થશે અને મોટા લોકોને મળશો. જીવનસાથીની સલાહ મદદરૂપ થશે. ભાઈઓ અને મિત્રોની સહાયથી તમારું અટકેલું કાર્ય પૂર્ણ થશે. વિદ્યાર્થીઓના ઇચ્છિત શિક્ષણનો માર્ગ મોકળો થશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

આજનો દિવસ મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમાં વાણી ઉપર નિયંત્રણ રાખો, નહીં તો અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. નોકરીમાં અસ્થિરતાના કારણે મન વ્યથિત થઈ શકે છે. તમારે વાહનની જાળવણી કરવી પડશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ ક્રમ મેળવવા માટે વધુ પ્રયત્નોની જરૂર રહેશે. નવું કાર્ય શરૂ કરવા માટે કૌટુંબિક સહયોગની જરૂર રહેશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

લવ લાઈફમાં નવી ઉર્જા આવશે. ધંધાની સ્થિતિમાં સુધારો થશે અને નવી ડીલ પણ મળશે. તમે ઘરની સજાવટ માટેની ખરીદી પર જઈ શકો છો. રોકાણ માટેની યોજનાનું ધ્યાન રાખો અને બિનજરૂરી ખર્ચા ટાળો. તમને તમારા જીવનસાથી તરફથી ભેટ અને માન મળશે. કોઈપણ જોખમી કાર્યોથી દૂર રહો અને તમારી વર્તણૂક ઉપર નિયંત્રણ રાખો.

તુલા રાશિફળ – Libra Horoscope

વ્યવસાયમાં પદની સાથે-સાથે તમને ગૌરવ પણ મળશે. કાર્યક્ષેત્રમાં તમને અધિકારી વર્ગનો સંપૂર્ણ સહયોગ મળશે. બિઝનેસમેનના આવકના નવા સ્રોત બનશે અને બાકી કામોને પૂર્ણ કરવાનો સમય મળશે. જીવનસાથીની મદદથી કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરશે. મિત્રો અને પ્રિયજનો સાથે સમય વિતાવશો. સંપત્તિનો વિવાદ સમાપ્ત થશે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. પારિવારિક બિઝનેસમાં પિતાનો સહયોગ મળશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

નવો વેપાર શરૂ કરવા માટે નસીબ સાથે રહેશે. રોકાણ માટે સમય સારો છે. કાર્યક્ષેત્રમાં નવી ઉર્જા આવશે અને અટકેલા કાર્ય પૂરા થતા સાથે ખ્યાતિ વધશે. તમારે ઘરના સભ્યો માટે કંઈક ખરીદવું પણ પડી શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં પિતાનો સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે અને બાળકોને પણ સારા સમાચાર મળી શકે છે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

પતિ-પત્ની પોત-પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. આ વાતનું ધ્યાન રાખો કે કર્મ પ્રધાન તો થવું જ પડશે. ભાવનાઓમા વહીને કોઇ નિર્ણય લેશો નહીં. થોડા સમયથી તમે જે કાર્યો માટે કોશિશ કરી રહ્યા હતાં, હવે તે કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

મકર રાશિફળ – Capricornus Horoscope

માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વ્યાવસાયિક તકનો લાભ લેશો અને અધિકારીઓ સાથે સારા સંબંધો રાખશો.રાજકારણ સંબંધિત લોકોને જનસમર્થન મળશે. જીવનસાથીની પ્રગતિ થશે અને આવક પણ વધશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

પિતા સાથેના સંબંધોમાં સુધારા થશે અને કાર્યસ્થળની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સામાજિક ક્ષેત્રે તમારી ખ્યાતિ વધશે. તમે શત્રુઓને પરાજિત કરશો અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે. વેપાર વધશે અને દેવામાંથી પણ રાહત મળશે. નાણા સંબંધિત કામમાં કોઈની સલાહ લેવી પડી શકે છે. લવ લાઈફમાં ઉત્તેજના અને ઉત્સાહ રહેશે. બાળકોની પ્રગતિથી ખુશ રહેશો અને રાહત પણ મળશે.

મીન રાશિફળ – Pisces Horoscope

તમારા બાળકને લગતી કોઈપણ સૂચના તમને ચિંતા આપી શકે છે. સપ્તાહના પહેલા દિવસે વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી મુક્તિ મળશે અને રચનાત્મક કાર્ય કરવાની તક મળશે. બેરોજગાર યુવાનોને રોજગાર મળશે. વ્યાવસાયિક યાત્રાઓ લાભકારક રહેશે. લવ મેરેજ માટે પારિવારિક સહયોગ મળશે. રોકાણ માટે સમય સારો છે. માતા-પિતાના આશીર્વાદથી તમામ કાર્યોમાં સફળતા મળશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ