Rashifal

21 જાન્યુઆરી રાશિફળ – ધન રાશિ માટે ગ્રહોની સ્થિતિ સારી છે

21 January Rashifal - Today rashifal in Gujarati, રાશિફળ

21 January Rashifal, Today rashifal in Gujarati

Today 21 January Rashifal in gujarati – ગુરુવારના રોજ સાધ્ય, માનસ તથા મહાલક્ષ્મી એમ ત્રણ યોગ બની રહ્યા છે. આ ત્રણ શુભ યોગનો સીધો ફાયદો છ રાશિને મળશે. કન્યા રાશિના નોકરિયાત જાતકોને પોતાનું લક્ષ્ય કોઈ અધિકારીની મદદથી પૂરું કરવામાં સફળતા મળશે. ધન રાશિ માટે ગ્રહોની સ્થિતિ સારી છે. અટકેલાં સરકારી કામો પૂરા થશે. વૃષભ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિ માટે દિવસ મધ્યમ રહેશે.

Jio Vs Airtel Vs Vi – આ રહ્યું 2જીબી ડેઈલી ડેટા વાળા સસ્તા પ્લાનનું લિસ્ટ

Today 21 January Rashifal 2021 in Gujarati

મેષ રાશિફળ – Aries Horoscope

કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. વ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન અને વર્ચસ્વ રહેશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે. બાળકોને લઇને કોઇપણ પ્રકારની ચિંતા રહી શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાઓનું સમાધાન મળી શકશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેનાં સફળ પણ રહેશો. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

તમાર દિનચર્યા અને ખાનપાન ઉપર ધ્યાન આપો. કાર્યસ્થળમાં થોડા પરિવર્તનને લગતા કાર્યો થશે. ધર્મ-કર્મ તથા સમાજ સેવાને લગતા કાર્યોમાં રસ વધશે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. આજે તમે જે કામને નક્કી કરશો, તેને પૂર્ણ કરીને જ રહેશો. એટલે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પેહલાં પ્રાથમિકતા આપો.

કર્ક રાશિફળ – Cancer Horoscope

વ્યવસાય કે નોકરીને લગતો કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો. તમારી સમજદારી દ્વારા લેવામા આવેલ નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે સારી કરી શકે છે. નજીકના મિત્ર કે સંબંધીઓના ઘરે મહેમાન બનીને જવાનો અવસર મળશે. આ મુલાકાત તમને રોજિંદાના તણાવભર્યા વાતાવરણથી રાહત આપશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

થોડા મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ થશે. વ્યવસાયમાં કોઇ અનુભવી વ્યક્તિનો સહયોગ અને સલાહથી અનેક અટવાયેલી ગતિવિધિઓ ફરીથી શરૂ થશે. તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ પણ વધશે. આ સમયે રાજનૈતિક સંબંધોને વધાર મજબૂત કરો. તેનાથી કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પતિ-પત્નીના ઉત્તમ સંબંધ જળવાયેલાં રહેશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. વ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર થશે. આજે તમારી કોઇ વિશેષ યોગ્યતા અને આવડત લોકો સામે આવશે.

તુલા રાશિફળ – Libra Horoscope

કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ સર્વોત્તમ રહેશે. આ સમય ગ્રહ ગોચર તમારા માટે થોડી સફળતા પ્રદાન કરી રહ્યું છે. બાળકો દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખયમ વાતાવરણ રહેશે. કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. ઉન્નતિના યોગ્ય અવસર મળી શકશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળમાં કરેલાં ફેરફારથી આ સમયે સારું પરિણામ મળશે. તમને સફળતા ચોક્કસ મળશે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે બધા કાર્યો પૂર્ણ થશે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઇ શકે છે. સમય સાથે કરેલાં કાર્યોના યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. એટલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો.

ધન રાશિફળ – Sagittarius Horoscope

સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પણ પૂર્ણ થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે. વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે કોઇપણ નિર્ણય પ્રેક્ટિકલ થઇને લો. મીડિયાને લગતા વ્યવસાયમાં કોઇ નવી સફળતા પ્રાપ્ત થશે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. આજે ગ્રહ ગોચર તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે.

મકર રાશિફળ – Capricornus Horoscope

કોઇપણ ડીલ કે લેવડ-દેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખો. આજે તમે તમારી દિનચર્યા તથા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવશો. બધા કાર્યોને વ્યવસ્થિત રીતે કરવાથી તથા સમન્વય જાળવી રાખવામાં સફળ પણ રહેશો. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. પરિવારના સભ્યોને તેમની પોતાની રીતે કામ કરવા દો તથા તેમનો સહયોગ કરો. રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

મિત્રો અને પરિવારના લોકો સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે. જો ઘરમાં રિનોવેશનને લગતી થોડી યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ફાયાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પણ પોઝિટિવ પરિણામ મળશે. પ્રેમ સંબંધને પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ તથા કાર્યપ્રણાલીને સીક્રેટ રાખો.

મીન રાશિફળ – Pisces Horoscope

વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા ભાગ્યમાં વધારો કરશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઘરમાં કોઇ માંગલિક આયોજનને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો. તમારી કાર્યકુશળતા પણ વધશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ