Rashifal

23 જાન્યુઆરી રાશિફળ – આ રાશિને મહેનતનું પરિણામ મળશે

23 January Rashifal - Today, Aajnu rashifal in Gujarati

23 January Rashifal, Today rashifal in Gujarati

Today 23 January Rashifal in gujarati – શનિવારના રોજ શુક્લ તથા ધ્વજ નામના 2 શુભ યોગ બની રહ્યા છે. કર્ક રાશિને આવકમાં વધારો થશે. સિંહ રાશિ જાતકોના વિચારેલા કામો પૂરા થઈ શકશે. વૃશ્ચિક રાશિને બિઝનેસમાં નવી ઓફર મળશે અને મહેનતનું પરિણામ મળશે. મેષ, વૃષભ, મિથુન, તુલા તથા ધન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

જિયોના આ પ્રીપેડ પ્લાન્સમાં મળશે રોજ 3જીબી ડેટા, જાણો લિસ્ટ

મેન્શન હાઉસમાં વરુણ – નતાશાના લગ્ન – એક રાતનું ભાડું જાણી ચોંકી જશો

Today 23 January Rashifal 2021 in Gujarati

મેષ રાશિફળ – Aries Horoscope

ગુસ્સો અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં સમય પસાર થઇ શકશે નહીં.પરંતુ તમે અનેક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. વ્યવસાયિક સ્થળે કોઇ નિર્ણય લેશો નહીં. આજે કોઇ લાભદાયક યાત્રા સંપન્ન થઇ શકે છે. ખોટી ગતિવિધિઓમાં વધારે ધનને લગતું નુકસાન થઇ શકે છે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

કાર્યક્ષેત્રમાં આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. આ સમયે વીમા કે રોકાણને લગતું કોઇ પ્લાનિંગ બનાવી રહ્યા છો તો તે તમારા માટે શુભ ફળદાયી રહેશે. પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે. બદલાતા પરિવેશના કારણે જે તમને નવી નીતિઓ બનાવી છે, તેના કારણે તમારી અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે. આ સમયે રૂપિયાને લગતી કોઇપણ ઉધારી ન કરો.

મિથુન રાશિફળ- Gemini Horoscope

કોઇપણ નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો, પરંતુ પ્રેક્ટિકલ રીતે તમારી કાર્યપ્રણાલીને લગતી યોજનાઓ બનાવો. ક્યારેક તમારા મનમાં નકારાત્મક વિચાર તમારા આત્મબળમાં ખામી લાવી શકે છે. વ્યવસાયમાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીથી રાહત મળશે. પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે. થોડા પ્રભાવશાળી લોકો સાથે તમારો મિત્રતાનો સંબંધ બનશે. મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. આ સમયે ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. આવકના સાધનોમાં વધારો થશે તથા કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનું આમંત્રણ મળશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

તમારા કામ યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. તમારું દરેક કામ યોજનાબદ્ધ રીતે કરવું તથા તમારા કાર્યો પ્રત્યે એકાગ્રચિત્ત થવું તમને સફળતા આપશે. બાળકોની વિદેશ જવાની કાર્યવાહી શરૂ થઇ જશે. થોડો સમય અધ્યાત્મિક કે ધાર્મિક સ્થાને પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે. સમય અનુકૂળ છે. થોડી નજીકની કે દૂરની યાત્રા થવાના પણ યોગ બની રહ્યા છે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

તમારું તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખવું તથા મન લગાવીને કામ કરવું તમને સફળતા આપશે. વધારે કામના કારણે ક્યારેક થાક અને નબળાઇ અનુભવ કરશો. ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી વગેરેને લગતા વ્યવસાયમાં કોઇને કોઇ નવું કામ શરૂ થવાની સંભાવના છે. થોડી વિતેલી નકારાત્મક ગેરસમજ દૂર થવાથી ભાઇો સાથે સંબંધોમાં મધુરતા આવશે.

તુલા રાશિફળ – Libra Horoscope

ક્યારેક-ક્યારેક અન્યની વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. તમારા રસના રચનાત્મક કાર્યોમાંપણ સમય પસાર કરવાથી સુકૂન મળશે. મુશ્કેલ કાર્ય પણ તમે તમારા દૃઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે. આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ અનુકૂળ છે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા રહેશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવાની શક્યતા છે એટલે તેના ઉપર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરો. કોઇ પ્રકારના કાયદાકીય મામલામાં ફસાવું નહીં. વ્યવસાયમાં આ સમયે નવા પ્રસ્તાવ મળશે. આજે નવી જાણકારીઓ અને સમાચારને જાણવામાં સમય પસાર કરો.

ધન રાશિફળ – Sagittarius Horoscope

સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી રહેણી-કરણી તથા બોલચાલની રીત લોકોને તમારી તરફ આકર્ષિત રાખશે. કાર્યસ્થળમાં ચાલી રહેલી કોઇપણ ગતિવિધિને નજરઅંદાજ ન કરો. જમીનની ખરીદદારી કે વેચાણ કરતી સમયે પેપર વર્ક યોગ્ય રીતે ચેક કરી લેવા. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ વ્યવહાર તમને દરેક પરિસ્થિતિમાં સુખી રાખવાની રીત જણાવશે. ઘરમાં કોઇ શુભ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

આ સમયે યોગ્ય આરામ કરવો જરૂરી છે. પરિવારના કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પતિ-પત્નીના એકબીજાના સંબંધોમાં મધુરતા વધશે. મહિલાઓ માટે આજનો દિવસ ખાસ ઉત્તમ પરિણામ આપનાર રહેશે. મહિલાઓ દરેક પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસ સાથે કરશે. આર્થિક મામલે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

માનસિક સુકૂન પણ અનુભવ કરશો. સામાજિક તથા રાજનૈતિક કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે. તમારા દરેક કાર્યમાં જીવનસાથીની સલાહ લેવી લાભદાયક સાબિત થશે. તમારું વર્ચસ્વ વધારવા માટે આ સમય ઉત્તમ છે. કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. બાળકોના અભ્યાસને લઇને ચિંતા રહી શકે છે. આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. અધ્યાત્મક તથા અધ્યયનને લગતા કાર્યોમાં મન લાગશે.

મીન રાશિફળ – Pisces Horoscope

તમારી કાર્યકુશળતા દ્વારા આશા પ્રમાણે લાભ પણ પ્રાપ્ત થશે. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. લગ્નજીવન મધુર રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે. કામનો ભાર હોવા છતાંય તમે પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢી લેશો. કામનો ભાર હોવા છતાંય તમે પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢી લેશો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ