Today 25 January Rashifal in gujarati – આજે ઈન્દ્ર તથા આનંદ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આ યોગનો 8 રાશિને ફાયદો થશે. વૃષભ રાશિના નોકરિયાત જાતકો માટે ઓફિસમાં સારી પરિસ્થિતિ સર્જાશે. કર્ક રાશિ માટે દિવસ સારો રહેશે. ધન રાશિને મહેનત પ્રમાણેનું ફળ મળશે. મેષ, મિથુન, કન્યા તથા મકર માટે મધ્યમ દિવસ રહેશે.
સાપ્તાહિક રાશિફળ 25થી31 જાન્યુઆરી – જાણો મહિનાના અંતે કઈ રાશિઓને આર્થિક દ્રષ્ટિએ લાભ થશે
Today 25 January Rashifal Horoscope 2021 in Gujarati
મેષ રાશિફળ – Aries Horoscope
સંતાન પક્ષની જે સમસ્યા હતી તેનું આજે સમાધાન મળશે. કામનો ભાર હોવા છતાંય તમારા ઘર-પરિવારના સુખ માટે તમે સમય કાઢશો. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.
વૃષભ રાશિફળ – Taurus Horoscope
શુભ ખર્ચાના કારણે તમારી ખ્યાતિ વધશે. આજે આર્થિક વ્યવહાર કરવાનું ટાળો. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં આજનો દિવસ પસાર થશે. મનમાં કોઈ મૂંઝવણ થઈ શકે છે. કાર્યસ્થળમાં સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન થવા દો. વિદેશના સંબંધીના કોઈ સમાચાર મળશે.
મિથુન રાશિફળ- Gemini Horoscope
પારિવારિક જવાબદારીઓ તમે યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. તમારો વ્યવસાય વધશે અને વ્યવસાયમાં કરવામાં આવતી ડીલ ફાયદાકારક સાબિત થશે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે.
કર્ક રાશિફળ – Cancer Horoscope
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇ વિશિષ્ટ વ્યક્તિનો સહયોગ પણ તમને મળશે. નોકરી-ધંધામાં તમારી મહેનતનું વળતર મળતું જણાશે. સરકારી કામગીરી પૂર્ણ કરવામાં સરળતા રહેશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. વ્યવસાયિક સ્થળ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો.
સિંહ રાશિફળ – Leo Horoscope
આજે તમને આકસ્મિક પૈસા પ્રાપ્ત થશે. કોઇ સફળતા પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. લગ્નજીવન સુખમય રહેશે. નોકરીના વ્યાવસાયિકો માટે આજનો દિવસ શુભ છે. કાર્યક્ષેત્રમાં લાભની આશાએ મહેનત વધારે રહેશે.
કન્યા રાશિફળ – Virgo Horoscope
કોઇ ફસાયેલાં રૂપિયા પ્રાપ્ત કરવા માટે સમય યોગ્ય છે. આજે કામ વધારે રહેશે. પારિવારિક વાતાવરણ સુખ આપી શકે છે. આજે સ્વાસ્થ્ય માટે નાણા ખર્ચ થવાની સંભાવના છે. નકારાત્મક વિચારોથી દૂર રહો. કોઇપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે.
તુલા રાશિફળ – Libra Horoscope
જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં હોવાની સંભાવના છે. આજે તમે લગ્નજીવનમાં ખુશ સમયનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રમાં પ્રત્યેક કાર્યને ગંભીરતા પૂર્વક કરવાની કોશિશ કરો. બિઝનેસમાં ભાગીદારો સાથે સંબંધ સારા રહેશે. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સ્થાપિત થશે તથા એકબીજા પ્રત્યે પ્રેમ વધશે.
વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope
તમારા અનેક ગુંચવાયેલાં કાર્યોને વ્યવસ્થિત કરવાની તક મળશે. કોઇ પ્રકારની પણ પાર્ટનરશિપ કરવાની યોજનાને આજે ટાળો. કાર્યમાં સફળતા અને ખ્યાતિ-ઉત્સાહમાં વધારો કરશે. પતિ-પત્નીની વચ્ચે ઈગોને લઇને વિવાદ શક્ય છે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીનો પરાજય થશે.
ધન રાશિફળ – Sagittarius Horoscope
થોડા સમયથી ચાલી રહેલી લગન અને મહેનતનો આજે તમને લાભ મળવાનો છે. પોતાના પર વધુ પડતો ભરોસો કરવાનો ટાળવો. સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. આર્થિક આયોજન માટે આજનો દિવસ શુભ છે. પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો.
મકર રાશિફળ – Capricornus Horoscope
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ છે. કોઇ સંબંધીને તેમની જરૂરિયાતના સમયે તમે સંપૂર્ણ સહયોગ કરશો. આવું કરવાથી તમને હાર્દિક સુખ મળશે. પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. તમારા વિનમ્ર સ્વભાવના કારણે ઘર તથા સમાજમાં તમારા વખાણ થશે. મહેનત વિરૂદ્ધ લાભ ઓછો પ્રાપ્ત થશે.
કુંભ રાશિફળ – Aquarius Horoscope
મનની મૂંઝવણનો ઉકેલ આવશે. થોડા નજીકના લોકોને મળવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ પ્રાપ્ત થશે. તમે જે પણ કરો છો, તે તમે તમારા દિલથી કરશો. તમારો તમારા પરિવાર પ્રત્યે સમર્પણ ભાવ ઘરમાં સુકૂનનું વાતાવરણ ઊભું કરશે. કામમાં તમને સફળતા મળશે. આર્થિક રોકાણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
મીન રાશિફળ – Pisces Horoscope
ઘરમાં ખાસ મહેમાનોના આવી જવાથી કામ વધારે રહેશે. માનસિક મૂંઝવણના કારણે આજે તમે કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નહીં રહો. બાળકો તરફથી કોઇપણ શુભ સમાચારની પ્રાપ્તિ થશે. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો છે. નકારાત્મક વિચારો દૂર કરવા સલાહ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ