Today 26 January Rashifal in gujarati – મંગળવારના રોજ ચંદ્ર તથા શુક્રનો દૃષ્ટિ સંબંધ બની રહ્યો છે. આ સાથે જ વૈધૃતિ નામનો અશુભ યોગ પણ છે, જેની અસર 2 રાશિ પર થશે. સિંહ રાશિના જાતકોએ કામકાજમાં સાવધાની રાખવી. તુલા રાશિએ પોતાના મહત્ત્વના કામો આજ પૂરતા ટાળી દેવા જોઈએ, અને રોકાણ અંગે કોઈ મોટો નિર્ણય લેવો નહીં.
Happy Republic Day 2021 – પાઠવો આપના સ્નેહીજનો – મિત્રોને 72માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ
સાપ્તાહિક રાશિફળ 25થી31 જાન્યુઆરી – જાણો મહિનાના અંતે કઈ રાશિઓને આર્થિક દ્રષ્ટિએ લાભ થશે
Today 26 January Rashifal Horoscope in Gujarati
મેષ રાશિફળ – Aries Horoscope
સ્વાસ્થ્યમાં સુધાર આવશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવશે. જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે.
વૃષભ રાશિફળ – Taurus Horoscope
લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે. થોડા રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. કર્મચારીઓની ગતિવિધિઓ તથા કાર્યો ઉપર સંપૂર્ણ નજર રાખો. તમારા કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને વાદ-વિવાદ થવાની સંભાવના છે. આજે પારિવારિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે.
મિથુન રાશિફળ- Gemini Horoscope
કામકાજમાં વ્યસ્તતા જળવાયેલી રહેશે. તમારા ગંભીર વિચાર અને બુદ્ધિ બળથી કામ કરવાથી તમને સાચો અને કોઇ યોગ્ય નિર્ણય લેવામાં સફળતા પ્રાપ્ત થશે. નવી યોજના ઉપર કામ કરવા માટે સમય યોગ્ય છે. સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાનીઓ સામે આવશે. તમારી મહેનત, કોશિશ અને પરિશ્રમના સારા પરિણામ પ્રાપ્ત થશે. કોઇ મિત્ર કે સંબંધી સાથે વિવાદ થવાથી દુઃખ થશે.
કર્ક રાશિફળ – Cancer Horoscope
ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. રાજનૈતિક મામલે તમારું વર્ચસ્વ વધશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે. મિત્રોની મદદથી કોઇ ગુંચવાયેલું કામ પણ ઉકેલાઇ જશે. જનસંપર્ક મજબૂત થશે તથા લાભદાયક રહેશે.
સિંહ રાશિફળ – Leo Horoscope
કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર સંપૂર્ણ ધ્યાન આપે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં. આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. તમારી હિંમત અને કાર્ય પ્રણાલી સારી રહેશે.
કન્યા રાશિફળ – Virgo Horoscope
પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમારી દબાયેલી ઇચ્છા બાળકોના માધ્યમથી પૂર્ણ થશે જેનાથી તમને માનસિક શાંતિ મળશે. તમારા આત્મવિશ્વાસ તથા યોગ્યતા દ્વારા વ્યવસાયિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે. કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અને અનુભવનો સંપૂર્ણ લાભ ઉઠાવો. અભ્યાસ કરી રહેલાં વ્યક્તિઓ માટે સમય ઉત્તમ રહેશે.
તુલા રાશિફળ – Libra Horoscope
તમારી કોઇ મહત્તવૂપર્ણ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે.પારિવારિક જવાબદારીને ખૂબ જ યોગ્ય રીતે નિભાવવામાં તમે સક્ષમ રહેશો. ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે. યુવા વર્ગ કોઇ સ્પર્ધાની તૈયારીમાં કોશિશ કરી રહ્યા છે તો સફળતા ચોક્કસ મળશે. દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. ઘરમાં કામ વધારે રહેવાના કારણે ઓફિસમાં વધારે સમય આપી શકશો નહીં.
વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope
ગ્રહ સ્થિતિઓ અનુકૂળ રહેશે. કોઇ સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. મહત્ત્વપૂર્ણ લેવડ-દેવડ પણ થશે. તમારા કાર્યની વ્યસ્તતાના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો. ઘર-પરિવાર સાથે ખરીદદારી અને મનોરંજનમાં પણ સમય પસાર થશે. વેપારમાં તમે તમારા કોઇ કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો. મહેમાનોનો સત્કાર કરીને તમને સુખ મળશે.
ધન રાશિફળ – Sagittarius Horoscope
તમારી ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી લોકો સામે આવશે. સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. બાળકોને લગતી થોડી યોજનાઓ બનશે. તમે બધા માનવીય સંબંધોને મધુરતા સાથે નિભાવવાની કોશિશ કરશો. માંગલિક કાર્યોની રૂપરેખા પણ બનશે. કામ વધારે હોવાનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે. પ્રિયજન સાથે મુલાકાતથી આનંદ થશે.
મકર રાશિફળ – Capricornus Horoscope
નવા કારોબારી સોદા લાભદાયક રહેશે. ઉધાર આપેલાં રૂપિયા પ્રાપ્ત થશે. તમારું જ કોઇ સપનું સાકાર કરવાનો યોગ્ય સમય છે. અન્યની ભાવનાઓને નજરઅંદાજ ન કરો. વધારે ઘમંડ અને જિદ્દના કારણે તમારી માનહાનિ થઇ શકે છે. તમારી પ્રતિભા બધા સામે આવશે.
કુંભ રાશિફળ – Aquarius Horoscope
જૂના મિત્રો દ્વારા મુલાકાત થશે. જેનાથી માનસિક અને આત્મિક સુકૂન મળશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે. જોખમી કાર્યોથી દૂર રહો. પારિવારિક વ્યવસ્થા ઉત્તમ જળવાયેલી રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત અને લગનનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. આજે મોટાભાગનો સમય તમારા રસના કાર્યોને કરવામાં પસાર થશે.
મીન રાશિફળ – Pisces Horoscope
પરિવાર તથા મિત્રોની મદદથી પ્રતિષ્ઠા બની રહેશે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. ખોટી બોલીને મુશ્કેલીમાં પડી શકો છો. ઘર-પરિવારનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે. સમય વધારે અનુકૂળ નથી. છતાંય તમે તમારી મહેનત દ્વારા તમારા મોટાભાગના કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ