Virat and Anushka Baby – ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી પિતા બની ગયો છે. મુંબઈની હોસ્પિટલમાં આજે બપોરે અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરીને ચાહકોને સમાચાર આપ્યા છે. વિરાટ અને અનુષ્કાના ઘરે પુત્રીના જન્મના ટ્વીટથી આ કપલને ફેન્સ અભિનંદન આપી રહ્યા છે. અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. હવે દીકરીના જન્મથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બેમાંથી ત્રણ થયા છે.
તમારે ફોનને જલ્દી ચાર્જ કરવો છે, તો અપનાવો આ સરળ ટ્રીક
વિરાટ કોહલીએ ટ્વીટ કરી આપી જાણકારી
વિરાટે ટ્વીટ કરતા લખ્યું કે, “અમને બંનેને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારીએ છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને સ્વસ્થ છે અને અમારું સૌભાગ્ય છે કે અમને જિંદગીના આ ચેપ્ટરના અનુભવ કરવાની તક મળી. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે હાલના સમયે અમને બધાને થોડી પ્રાઇવસી જોઈએ.”
એ વાત એ પણ છે કે આજે ક્રિકેટર રાહુલ દ્રવિડનો જન્મદિવસ છે. અને એ જ દિવસે વિરાટ કોહલીને ત્યાં દીકરીનો જન્મ થયો છે. માટે હવેથી રાહુલ દ્રવિડ તથા વિરાટ કોહલીની દીકરીનો જન્મદિવસ એક જ દિવસ આવશે. ઉલ્લેખનીય છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવી પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ