Vivo Y31ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ Y સીરીઝમાં ચીનની કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. સાથે EIS ફીચર પણ સેટઅપ કરેલું છે. આ સાથે ફોનમાં કોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ICC Test Ranking – વિશ્વમાં ટોચનો ક્રમાંક ધરાવતો વિકેટકીપર બન્યો રીશભ પંત
Jio Vs Airtel Vs Vi – આ રહ્યું 2જીબી ડેઈલી ડેટા વાળા સસ્તા પ્લાનનું લિસ્ટ
Vivo Y31 Price in India
આમ Vivo Y31 સિંગલ 6જીબી + 128જીબી વેરિયંટની કિંમત 16,490 (vivo y31 price india) રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન ઓશિયન બ્લુ અને રેસિંગ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ગ્રાહક આ ફોનને એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ અને વીવોના સ્ટોર પરથી ખરીદી શકે છે. સાથે Vivo Y31 માટે HDFC બેન્કનું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ EMI ટ્રાન્જેક્શન પર 1000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે.
Vivo Y31 Specification
ડ્યુઅલ સિમ (નેનો) સપોર્ટ વાળો આ ફોન એન્ડ્રોઇડ 11 Funtouch OS 11 પર કામ કરે છે. આ ફોનમાં 6.58 ઇંચની ફૂલ HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે ઓક્ટાકોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર છે.
ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલનો રિયર કેમેરા, 2 મેગાપિક્સલનો બોકે સેંસર અને 2 મેગાપિક્સલ ટર્શરી સેંસર આપવામાં આવ્યું છે. આ EISની સાથે સાથે સુપર નાઈટ મોડને પણ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. કનેકટીવીટી માટે 4G LTE, ડ્યુઅલ બેંડ વાઈ-ફાઈ, બ્લુટુથ 5.0, GPS/ A-GPS, FM રેડિયો અને USB સી-ટાઈપ પોર્ટ પણ આપવામાં આવેલ છે. સાથે એમાં સાઈડ – માઉંટેડ ફિંગરપ્રિન્ટ સૅન્સર પણ છે. ફોનમાં બેટરી 5000mAh ની છે અને 18w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ