ફાયદાની વાત – Vodafone Idea ની ગ્રાહકોને શાનદાર ભેટ, જાણો વિગત

Vodafone Idea Weekend Data Rollover benefits extends
Vi Weekend Data Rollover benefits

Vi Weekend Data Rollover – વોડાફોન – આઈડિયા પોતાના ગ્રાહકોને શાનદાર ભેટ આપી છે. કંપનીએ 2020માં ઓક્ટોબર મહિનામાં વિકેન્ડ ડેટા રોલ ઓવર બેનેફિટ્સની શરૂઆત કરી હતી. તેમાં આખા અઠવાડિયાનો ઉપયોગ ન થનારો ડેટાની ભેગો કરવામાં આવે છે. પછી આ વધેલા ડેટાને ગ્રાહકો માટે વિકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે ઉપયોગ માટે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

આમ જો વાત કરીએ તો યુઝર પોતાના પ્લાનમાં મળતો ડેટાનો ઉપયોગ સોમ થી શુક્ર સુધી ન કરે તો તેને શનિવાર અને રવિવારે એ વધેલા ડેટાનો ઉપયોગ કરવા મળે છે. આમ કંપનીએ વિકેન્ડ ડેટા રોલઓવર બેનીફીટ (Weekend Data Rollover benefits) કોઈપણ ચાર્જ વગર યુઝર્સ માટે શરુ કર્યો હતો. આ ફાયદો પ્રીપેડ યુઝર્સને મળશે. જેમાં 249 રૂપિયાથી વધુનો પ્લાન કરાવ્યો હશે તેમને.

પીએમ નરેન્દ્ર મોદીથી લઈને દિગ્ગજ ક્રિકેટરોએ આ રીતે આપ્યા ભારતીય ટીમને અભિનંદન

આગળ વધારવામાં આવ્યો પ્લાન

કંપનીની સાઈટ પર ડેટા રોલઓવર TnC પ્રમાણે Viની આ પ્રમોશનલ ઓફર યુઝર્સ માટે 17 એપ્રિલ 2021 સુધી ચાલુ રહેશે. આમ આ ઓફર 19 ઓક્ટોબર 2020થી 17 એપ્રિલ 2021 સુધી લાગુ રહેશે. જેને હવે 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે.

ડબલ-ડેટા પ્રીપેડ પ્લાન વાળાને પણ ફાયદો

જો કોઈ યુઝર્સે ડબલ-ડેટા પ્રીપેડ પ્લાન કરાવ્યો હશે તેમને પણ આ રોલઓવર બેનીફીટ્સ લઈ શકે છે. જો કોઈ યુઝરની પાસે ડેટા જમા છે અને તેનો પ્લાન પૂરો થવાનો છે, તેવામાં યુઝર્સે વિલંબ કર્યા વગર પ્લાન સમાપ્ત થતા પહેલા રિચાર્જ કરાવવું પડશે. જો રિચાર્જ કરાવવામાં મોડુ કરશો તો જમા ડેટા સમાપ્ત થઈ જશે.

આ રીતે કરો ચેક ડેટા

જો યૂઝરે રોલઓવર ડેટા ચેક કરવો હોય તો તે માટે Viની મોબાઇલ એપના એક્ટિવ પેક અને સર્વિસ સેક્શનમાં જઈ શકો છો.
આ સિવાય યૂઝર્સ બાકી ડેટાને SSD કોડ * 199 # દ્વારા પણ ચેક કરી શકે છે.
વીકેન્ડ રોલઓવર ડેટાનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સે 249, 297, 299, 398, 399, 599, 299, 449, 699 રૂપિયામાંથી કોઈપણ રિચાર્જ કરાવવું પડશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ