Rashifal

સાપ્તાહિક રાશિફળ 25થી31 જાન્યુઆરી – જાણો મહિનાના અંતે કઈ રાશિઓને આર્થિક દ્રષ્ટિએ લાભ થશે

Weekly Horoscope in Gujarati - Know Your RashifalWeekly Horoscope 25to31 January, next week horoscope, free weekly horoscope, weekly horoscope in gujarati, weekly rashifal – વાંચો મહિનાના અંતે કઈ રાશિને આર્થિક દ્રષ્ટિએ લાભ થશે છે અને કઈ રાશિને મા લક્ષ્મીની કૃપા મેળવવા હજી રાહ જોવી પડશે?

જિયોના આ પ્રીપેડ પ્લાન્સમાં મળશે રોજ 3જીબી ડેટા, જાણો લિસ્ટ

ખુશખબર – Jioના આ પ્લાનમાં હવે મળશે વધુ ડેટા

Jio Vs Airtel Vs Vi – આ રહ્યું 2જીબી ડેઈલી ડેટા વાળા સસ્તા પ્લાનનું લિસ્ટ

Financial Weekly Rashifal in Gujarati

મેષ રાશિફળ – Aries Weekly Horoscope

કાર્યક્ષેત્રે જે પણ મહેનત કરી રહ્યા છો તેનું હકારાત્મક પરિણામ મળશે. આ અઠવાડિયે પરિવારનો પૂરતો સહયોગ મળશે અને તેમના સપોર્ટથી જીવનમાં આગળ વધી શકશો. યાત્રા હાલ ટાળી દેવી યોગ્ય છે. આર્થિક મામલે સમય સાધારણ છે અને રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. અઠવાડિયાના અંતે ખુશીઓનું આગમન થશે.

વૃષભ રાશિફળ – Taurus Weekly Horoscope

પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે અને કોઈ નવું રોકાણ અત્યંત ફાયદાકારક રહેશે. અઠવાડિયાના અંતે મન પ્રફુલ્લિત રહેશે અને પોતાના પ્રિયજનોના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને મરજી મુજબના ફેરફાર જોવા મળશે. પ્રતિભાશાળી વ્યક્તિત્વના કારણે પોતાના કાર્યો સમયસર પૂર્ણ કરવા સક્ષમ રહેશો.

મિથુન રાશિફળ- Gemini Weekly Horoscope

આ અઠવાડિયે યાત્રા ટાળી દેવાની જરૂર છે. કોર્ટ-કચેરીના મામલે ખર્ચ થઈ શકે છે. આર્થિક મામલે રોકાણ પર ધ્યાન આપવાની જરૂર છે નહીં તો મુશ્કેલી વધી શકે છે. અઠવાડિયાના મધ્યમાં કોઈ વાતે તણાવ થઈ શકે છે. અઠવાડિયાના અંતે ખુશ ખબર પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ રહેશે અને અઠવાડિયાની શરૂઆતમાં પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થશે.

કર્ક રાશિફળ – Cancer Weekly Horoscope

પારિવારિક જીવનમાં તાલમેલ જાળવી રાખવો. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે મન અશાંત રહેશે અને એક તરફથી બંધન અનુભવશો. કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય પાછળ ધન ખર્ચ થઈ શકે છે. આર્થિક મામલે અઠવાડિયું વધુ ખર્ચાળ રહી શકે છે.

સિંહ રાશિફળ – Leo Weekly Horoscope

અઠવાડિયાના અંતે સુંદર સંયોગ બની રહ્યો છે અને મન પ્રસન્ન રહેશે. આ અઠવાડિયે તમે સ્વસ્થ રહેશો. પરિવારમાં સ્થિતિ થોડી નરમ રહેશે અને તમારા પોતીકા જ નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રે ધીરે-ધીરે સ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે. ધન વ્યય વધારે રહેશે. મિત્રો અને ભાઈ-બહેનો પાછળ ખર્ચ કરી શકો છો. વિશ્વાસ કરો અને આત્મવિશ્વાસથી કાર્ય કરો. દેખાડાના કારણે ખોટા ખર્ચ ન કરો. નવા પ્રભાવશાળી સંપર્ક બનશે.

કન્યા રાશિફળ – Virgo Weekly Horoscope

પોતાના સહકર્મીઓના સારા માટે કેટલાક કઠોર નિર્ણય લઈ શકો છો. વેપારિક યાત્રા શુભ અને સુખદ નીવડશે. કાર્યક્ષેત્રે અનુરૂપ કાર્યો થશે અને સફળતા મળશે. જીવનમાં ઉન્નતિ ઈચ્છતા હો તો અઠવાડિયાના અંતે થોડું રિસ્ક લઈને આગળ વધજો. આર્થિક સમૃદ્ધિ માટે પોતાના તરફથી અધિક પ્રયાસ કરવા પડશે.

તુલા રાશિફળ – Libra Weekly Horoscope

યાત્રા આ અઠવાડિયે ટાળી દેશો તો યોગ્ય રહેશે. પરિવારમાં એક નવી શરૂઆત મનને પ્રસન્ન કરશે. આ અઠવાડિયે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રે કોઈ પરેશાની આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સુખ-સમૃદ્ધિના યોગ બની રહ્યા છે અને ધન વૃદ્ધિ પણ થશે. તમારે કામ પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Weekly Horoscope

પરિવારનો ભરપૂર સહયોગ મળશે અને પરિવાર સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું વિચારી શકો છો. નવી વિચારધારા સાથે આગળ વધશો તો સારા સમાચાર મળશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. ભાવનાત્મક કારણોના લીધે ખર્ચ વધારે થઈ શકે છે.બીજાની વાતો પર ધ્યાન આપવાના બદલે પોતાના મનની વાત સાંભળશો તો સારું રહેશે.

ધન રાશિફળ – Sagittarius Weekly

કાર્યક્ષેત્રે આ અઠવાડિયે સાધારણ વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. અઠવાડિયાના અંતે કેટલાક લોકોને કાયદાકીય બાબતો પરેશાન કરી શકે છે. પરિવારમાં ઘણા ફેરફાર જોવા મળશે અને કાળચક્ર તમારા માટે સુખ-સમૃદ્ધિ લઈને આવશે. આ અઠવાડિયે ધન આગમનના સુખદ સંયોગ બની શકે છે.

મકર રાશિફળ – Capricornus Horoscope

ધન વૃદ્ધિ ધીમે-ધીમે થશે. આ અઠવાડિયે કરેલી યાત્રા દ્વારા સારી સફળતા મળશે. યાત્રા દરમિયાન તમે શોપિંગ કરી શકો છો. કાર્યક્ષેત્રે નેટવર્કિંગ દ્વારા સફળતા પ્રાપ્ત કરશો. પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો અને આ અઠવાડિયે પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓ તમારી પડખે ઊભી રહેશે.

કુંભ રાશિફળ – Aquarius Weekly

અઠવાડિયાના અંતે યશ, માન-સન્માનની પ્રાપ્તિના શુભ સંયોગ બની રહ્યા છે. આર્થિક મામલે આ અઠવાડિયે ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. કોઈ બે રોકાણો દ્વારા સારી ધન પ્રાપ્તિ થશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રે ઘણી પ્રગતિ થશે અને રચનાત્મક પ્રોજેક્ટ દ્વારા વિશેષ સફળતા પ્રાપ્ત કરશો.

મીન રાશિફળ – Pisces Weekly

પરિવારમાં સુખ-સાધનો પાછળ ખર્ચ થશે. આર્થિક મામલે કોઈ એવી મહિલાની મદદ મળશે જેણે મહેનત કરીને સફળતા મેળવી હોય. અઠવાડિયાના અંતે એકાએક ધન હાનિ થઈ શકે છે માટે સંભાળવું. ધન વૃદ્ધિના શુભ સંયોગ બનતા દેખાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રે નવો પ્રોજેક્ટ સારી સફળતા અપાવશે અને ઉન્નતિના માર્ગ ખોલશે. સ્વાસ્થ્યમાં આ અઠવાડિયે સારા પરિણામ જોવા મળશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ