Social Media

WhatsApp પોલિસી ઈફેક્ટ – 82 ટકા લોકો વોટ્સએપ છોડવા તૈયાર

WhatsApp Privacy Impact - 82% Indian users ready to leave WhatsApp

WhatsApp Privacy Impact

WhatsApp Privacy Impact – વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અપડેટ કંપની માટે મુસીબત બની ગઈ છે. કંપનીએ પોલિસીમાં કહ્યું છે કે તે યુઝર્સનો ડેટા એની પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરશે. એને લઈને હવે યુઝર્સ વોટ્સએપ (WhatsApp) થી દૂર થઈ રહ્યા છે.

આ 10 સ્ટેપથી જાણો તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ (LocalCircles) દ્વારા કરવામાં આવેલ એક સર્વે અનુસાર માત્ર 18 ટકા યુઝર્સ જવોટ્સએપનો ઉપયોગ કરવા માંગે છે. અને 36 ટકા યુઝર્સનું કહેવું છે કે, તેઓ વોટ્સએપનો ઉપયોગ કરવાનું ઓછું કરી દીધું છે. આ ઉપરાંત 15 ટકા યુઝર્સનું કહેવું છે કે, તેઓ વોટ્સએપનો ઉપયોગ કરવાનું બંધ કરવા જઈ રહ્યાં છે. વિશ્વભરમાં વોટ્સએપના 2 બિલિયન (આશરે 200 કરોડ) થી વધારે યુઝર્સ છે. જેમાંથી 40 કરોડ ભારતીય યુઝર્સ છે.

વોટ્સએપે પહેલા તેની પ્રાઈવેસી પોલિસી (privacy policy) ને એક્સેપ્ત કરવા માટે યુઝર્સને 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. જે હવે વધારીને 15 મે કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે 8 ફેબ્રુઆરી સુધીમાં નવી શરતો એક્સેપ્ત નહીં કરે તો એકાઉન્ટ ડિલીટ થઇ જશે. આમ પોલિસી અપડેટથી નારાજ યુઝર્સ બીજા વિકલ્પ માટે સિગ્નલ (Signal) અને ટેલિગ્રામ (Telegram) જેવી એપ્સ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે.

આમ વોટ્સએપ પર કરવામાં આવેલા સર્વે માં 24 હજારથી વધારે યુઝર્સની પ્રતિક્રિયા સામે આવી છે. સર્વેમાં આ વાત બહાર આવી છે. જેમાં 24 ટકા યુઝર્સ બીજા પ્લેટફોર્મ પર સ્વીચ કરવા માંગે છે.

91 ટકા યુઝર્સ વોટ્સએપ પેમેન્ટ સર્વિસ (Whatsapp Payment Service) નો પણ ઉપયોગ કરવા માંગતા નથી. યુઝર્સનું કહેવું છે કે, વોટ્સએપ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની સૂચના ફેસબુક સાથે કરે છે માટે પેમેન્ટ સર્વિસ ફીચરનો ઉપયોગ નહિ કરે.

નવી પ્રાઈવેસી પોલિસી આવ્યા પછી યુઝર્સ વોટ્સએપ (whatsapp) નો બહિષ્કાર કરવાનું શરુ કર્યું છે, જેનાથી 7 દિવસમાં ભારતમાં 35 ટકા સુધી ડાઉનલોડ ઓછું થયું છે. સર્વેના રિપોર્ટ પ્રમાણે 1 થી 5 જાન્યુઆરીની વચ્ચે વોટ્સએપને માત્ર 13 લાખ ડાઉનલોડ થયું છે. જ્યારે બીજી બાજુ સિગ્નલ એપની ગ્રોથ 24 હજારથી વધીને 23 લાખ થયું છે. આ સમયમાં ટેલિગ્રામનું ડાઉનલોડ 13 લાખથી વધીને 15 લાખ થયું છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ