Whatsapp new terms – 2021ના નવા વર્ષમાં વોટ્સએપ ની સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સે તેની શરતોનો સ્વીકાર કરવો પડશે. જી હા, આ વાત સાચી છે. વોટ્સએપે પોતાની ટર્મ અને પ્રાઇવેસી પોલિસીને અપડેટ કરી છે. આ અપડેટનું નોટિફિકેશન યુઝર્સને મંગળવારની સાંજથી મળવા લાગી છે. જો યુઝર્સ વોટ્સએપની આ શરતોનો સ્વીકાર નહીં કરે તો આપનું એકાઉન્ટ ડીલીટ થઈ જશે. થોડા દિવસ પહેલા જ કંપનીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે નવી શરતોનો સ્વીકાર કરવો પડશે. જોકે આ વોટ્સએપની નવી શરતો 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે. પરંતુ હાલ તેને ધીમે – ધીમે અપડેટ કરવામાં આવી રહી છે. આ જાણકારી WABetaInfoએ એક રિપોર્ટ દ્વારા આપી છે.
Realmeના આ 7 સ્માર્ટફોન મળી રહ્યા છે એકદમ સસ્તામાં, જાણો વિગત
સરકારની જાહેરાત – 11 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં ખુલશે સ્કૂલો
નોંધનીય છે કે, આપનું વોટ્સએપ ચાલુ રાખવા માટે નવી શરતોનો સ્વીકાર કરવો જ પડશે. હાલ આપને Not Now નો વિકલ્પ જોવા મળશે છે. પરંતુ આ નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે કંપનીએ 8 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપ્યો છે. જો આપ ત્યાં સુધીમાં પોલિસી એક્સેપ્ટ નહીં કરો તો એકાઉન્ટ ડીલીટ થઈ જશે.
Whatsapp terms privacy policy 2021
વોટ્સએપની નવી પોલિસીમાં કંપનીએ આપવામાં આવી રહેલા લાઈસન્સની વાતો કહેવામાં આવી છે. પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે અમારી સર્વિસને ચલાવવા માટે તમે વોટ્સએપમાં જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ રિસીવ કરો છો તેનો ઉપયોગ રિપ્રોડયુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નોન-એક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાઇસન્સ આપે છે.
આમ, વોટ્સએપે પોતાની નવી ટર્મ્સ અને પોલિસીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સાથે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લાઇસન્સમાં આપણા દ્વારા આપવામાં આવેલા અધિકાર અમારી સેવાઓના સંચાલન અને ઉપલબ્ધ કરાવવાના ઉદેશ્ય માટે જ છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફેસબુક બિઝનેસ માટે આપના ચેટને કેવી રીતે સ્ટોર અને મેનેજ કરશે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment