TheDigitalTrends

WhatsApp vs Signal vs Facebook Messenger vs Telegram – જાણો કઈ મેસેજિંગ એપ તમારો પ્રાઈવેટ ડેટા સેવ કરે છે

WhatsApp vs Signal vs Facebook Messenger vs Telegram – Collect Personal Data

Collect Personal Data – વોટસએપએ પોતાની નવી પોલિસી નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. આ પોલિસી પ્રમાણે કંપની હવે યુઝરનો ડેટા એક્સેસ કરી શકશે. આ નવી પોલિસી અગ્રી કરવી કે નહિ યુઝર્સ તેની મૂંઝવણમાં છે. પરંતુ સિગ્નલ, ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર જેવી અન્ય ચેટ એપ્સની તુલનામાં કઈ એપ કેટલો ડેટા સેવ કરે છે? જો તમે પણ એવું જ વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવી દઈ કે વોટ્સએપ તમારો ઘણો ડેટા એકત્રિત કરે છે. ફેસબુક માલિકીની એપ્સ અન્ય એપથી વિપરીત તમારો ડેટા અને લોકેશનની જાણકારી સેવ કરે છે. જ્યારે એની સરખામણીમાં સિગ્નલ એપ આવો કોઈ પણ પ્રકારનો ડેટા સેવ કરતી નથી. કદાચ આ જ કારણ હોઈ શકે છે, ફેસબુકએ ઘણા સમય પહેલા ગોપનીયતાનું લેબલ બતાવવા માટે Appleના પગલાની ટીકા કરી હતી.

હવે ઘરે બેઠા જ કરો આધારકાર્ડ અપડેટ, જનસેવા કેન્દ્ર જવાની જરૂર નથી

વોટ્સએપની પોલિસીથી નિરાશ થયેલા યૂઝર્સ ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે આ 5 એપ

એપ સ્ટોર પર ઉપલબ્ધ માહિતી બતાવે છે કે જ્યારે યુઝર્સનો ડેટા સેવ કરવાની વાત આવે, તો વોટ્સએપ પછી ફેસબુક મેસેન્જર સૌથી વધારે ડેટા એકત્રિત કરે છે. બંને એપ્સ દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતીમાં યુઝર્સની ખરીદીની વિગત, નાણાંકીય માહિતી, લોકેશન, કોન્ટેક્ટ, ફોન નંબર, ઈમેઈલ જેવી ઈન્ફર્મેશન સામેલ છે. હાલમાં ભારતમાં આ સમયે 40 કરોડથી વધારે યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે.

આજે અમે તમને કઈ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કેટલા પ્રકારની ઈન્ફર્મેશન સેવ કરે છે તેનાથી અવગત કરીશું જે આપના માટે જાણવું જરૂરી છે.

સિગ્નલ – Signal App

કોઈ પણ પ્રકારનો ડેટા સેવ નથી કરતું (આ એપ ફક્ત તમારો ફોન નંબર સેવ કરે છે અને એપ એ ફોન નંબરને તમારી ઓળખ સાથે લિંક કરે છે.)

ટેલિગ્રામ – Telegram

કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન – Contact Infomation
યુઝર આઈડી – User ID
કોન્ટેક્ટસ – Contacts

વોટ્સએપ – Whatsapp

ડિવાઈસ આઈડી – Device ID
યુઝર આઈડી – User ID
ફોન નંબર – Phone Number
ઈમેલ એડ્રેસ – Email Address
એડવર્ટાઈઝ ડેટા – Advertise Data
પ્રોડક્ટ ઈન્ટરેક્શન – Product Interaction
શોપિંગ હીસ્ટ્રી – Purchase History
કોન્ટેક્ટ – Contact
પરફોર્મન્સ ડેટા – Performance Data
પેમેન્ટ ઈન્ફર્મેશન – Payment Infomation
કસ્ટમર સપોર્ટ – Customer Support
અન્યૂ યુઝર કન્ટેન્ટ – Other User Content
ક્રેશ ડેટા – Crash Data
અન્ય ડાઈગોનસ્ટિક ડેટા – Other Diagnostic Data

ફેસબુક મેસેન્જર – Facebook Messenger

ગેમ પ્લે કન્ટેન્ટ – Game Play Content
શોપિંગ હિસ્ટ્રી – Shopping History
ઈમેલ એડ્રેસ – Email Address
યુઝર આઈડી – User ID
ડિવાઈસ આઈડી – Device ID
ઓડિયો ડેટા – Audio Data
અન્ય ડેટા ટાઈપ – Other Data Type
પ્રોડક્ટ ઈન્ટરેક્શન – Product Interaction
કોન્ટેક્ટ – Contact
સર્ચ હિસ્ટ્રી – Search History
ફિઝિકલ હિસ્ટ્રી – Physical History
અન્ય યુસેઝ ડેટા – Other Usage Data
હેલ્થ – Health
ફોટો અને વીડિયો – Photo and Video
ફોન નંબર સર્ચ હિસ્ટ્રી – Phone number search history
અન્ય ડાઈગોનસ્ટિક ડેટા – Other Diagnostic Data
અન્ય યુઝર કોન્ટેક્ટ ડેટા – Other User Contact Data
એડ ડેટા – Advertise Data
ફિઝિકલ એડ્રેસ – Physical Address
અન્ય યુઝર ડેટા – Other User Data
આઈમેસેજ – iMessage
બ્રાઉઝિંગ હિસ્ટ્રી – Browsing History
ફાઇનાન્શિયલ ઇન્ફો – Financial Infomation
લોકેશન – Location
પરફોર્મન્સ ડેટા – Performance Data
ક્રેશ ડેટા – Crash Data
સેન્સિટિવ ઈન્ફો – Sensitive Infomation
અન્ય યુઝર્સ કન્ટેન્ટ – Other Users Content

શું છે વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી?

નવી પ્રાઈવેસી પોલિસીમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસ ઓપરેટ કરવા માટે વોટ્સએપના કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, રિસીવ કરો છો કંપની તેનો યુઝ રિપ્રોડયુસ, ડિસ્ટ્રિબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. આ પોલિસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થવા જઈ રહી છે. આમ જો તમારે વોટ્સએપ વાપરવું હશે તો આ પોલિસી એક્સેપ્ત કરવી પડશે નહીં તો આપનું એકાઉન્ટ ડિલીટ થઈ જશે. હાલ તમને આ પોલિસી માટે એગ્રી અને નોટ નાઉનો વિકલ્પ મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Exit mobile version