1 to 7 March Weekly Horoscope – માર્ચ મહિનાનું પહેલું વીક તમારા માટે કેવું રહેશે? ક્યાં લાભ મળશે, આર્થિક બાબતે ક્યાં ધ્યાન રાખવું પડશે? જાણો, આ સાપ્તાહિક રાશિફળમાં.
1 to 7 March Weekly Horoscope Rashifal
મેષ રાશિફળ – Aries Weekly Horoscope
બીમાર લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. કાર્યક્ષેત્રે જેટલું ધ્યાન આપીને કામ કરશો તેટલી વધારે સફળતા મળશે. અઠવાડિયાનો અંત સુખદ રહેશે. આર્થિક મામલે સફળતા મેળવવા આ અઠવાડિયે પરિશ્રમ વધુ કરવો પડશે.
વૃષભ રાશિફળ – Taurus Week Horoscope
અઠવાડિયાના અંતે કોઈ પરેશાની આવી શકે છે. પરિવારમાં એકલતા અનુભવી શકો છો અને બેચેની વધશે. આ અઠવાડિયે કરેલી યાત્રા શુભ ફળદાયી રહેશે અને સફળતા પ્રાપ્ત થશે. આર્થિક મામલે બહારની સ્થિતિ તમારા પર વધુ હાવી રહેશે.
મિથુન રાશિફળ- Gemini Weekly Horoscope
યાત્રા દ્વારા શુભ પરિણામ મળી શકે છે. ભાવનાત્મક વ્યાકુળતાના કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. કાર્યક્ષેત્રે સ્થિતિ ધીરે-ધીરે સુધરશે. કોર્ટ-કચેરીના મામલે વધુ ખર્ચ થઈ શકે છે.
ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં વધારો કરાયો, જાણો ક્યાં સુધી લાગુ રહેશે
કર્ક રાશિફળ – Cancer Weekly Horoscope
પરિવારના સાંનિધ્યમાં ધર્મ-કર્મના કાર્યોમાં મન ચોંટશે અને તમે શાંતિથી સમય વ્યતીત કરી શકશો. ઘરેલુ બાબતો અને શિક્ષણ પાછળ ધન ખર્ચ થઈ શકે છે. આ અઠવાડિયે શરૂ કરેલો કોઈ પ્રોજેક્ટ ભવિષ્યમાં જબરદસ્ત સુધારો લાવી શકે છે.
સિંહ રાશિફળ – Leo Weekly Horoscope
સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું. યાત્રા દ્વારા સાધારણ સફળતા મળવાના સંયોગ છે. આર્થિક મામલે આ સમય અત્યંત અનુકૂળ છે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની શકે છે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે કોઈ સમાચાર પરેશાન કરી શકે છે.
કન્યા રાશિફળ – Virgo Weekly Horoscope
આ અઠવાડિયે વ્યય અધિક રહેશે. આ અઠવાડિયું ધૈર્ય સાથે આગળ વધવાનું છે. પરિવારમાં એકલતા અનુભવી શકો છો. કાર્યક્ષેત્રે આ અઠવાડિયું નબળું રહેશે અને તમારી અપેક્ષા કરતાં ઓછું પરિણામ મળશે. સંયમ અને વ્યવહાર કુશળતા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકો છો.
તુલા રાશિફળ – Libra Weekly Horoscope
આ અઠવાડિયે તમારા જરૂરી કામ પૂરા થશે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે ઘણી બેચેની રહી શકે છે અને પ્રોજેક્ટ પૂરા થવામાં સમય લાગશે. આર્થિક મામલે વધારે મહેનત કરવી પડી શકે છે. આ અઠવાડિયે કરેલી યાત્રા દ્વારા વિશેષ સફળતા મળી શકે છે.
વૃશ્ચિક રાશિફળ – Scorpio Weekly Horoscope
સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. અઠવાડિયાના અંતે જીવનમાં ઉતાર-ચડાવ આવશે પરંતુ છેવટે સુખદ પરિણામ સામે આવશે. આર્થિક મામલે રોકાણમાં ઘણાં પરિવર્તન આ અઠવાડિયે આવી શકે છે. કાર્યક્ષેત્રે થોડી મુશ્કેલી આવી શકે છે.
ધન રાશિફળ – Sagittarius Weekly
જમીન, મકાન અને પ્રોપર્ટીના મામલે ખર્ચ થઈ શકે છે. ધન વ્યય વધારે થઈ શકે છે. કાર્યક્ષેત્રે અઠવાડિયાની શરૂઆતમાં જ સુખદ સમાચાર મળી શકે છે. ઉન્નતિના માર્ગ ખુલશે. આ અઠવાડિયે વિશેષ સફળતા મળી શકે છે.
મકર રાશિફળ – Capricornus Horoscope
પરિવારમાં સુખદ સમય વ્યતીત કરશો. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને રચનાત્મક પ્રોજેક્ટ દ્વારા સફળતા મળી શકે છે. પરિવાર સાથે કોઈ સ્થળે ફરવા જવાની ઈચ્છા થઈ શકે છે. ભાગીદારીમાં કરેલા રોકાણ લાભપ્રદ સાબિત થઈ શકે છે.
કુંભ રાશિફળ – Aquarius Weekly
અઠવાડિયાના અંતે પાર્ટીના મૂડમાં રહેશો. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પ્રોજેક્ટની પ્રગતિ જોઈને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે. આર્થિક મામલે ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે.
મીન રાશિફળ – Pisces Weekly
કાર્યક્ષેત્રે રિસ્ક લેશો તો સારા પરિણામ સામે આવી શકે છે. યાત્રા સુખદ અને સફળ રહેશે. પ્રેમ સંબંધમાં સુખ મળશે અને ભવિષ્યને લઈને જાગૃત રહેશો. પરિવારમાં રોનક રહેશે અને યુવા વર્ગનો ભરપૂર સહયોગ મળશે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ