Rashifal

22 થી 28 ફેબ્રુઆરી રાશિફળ: ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે

22 to 28 February Horoscope: Saptahik Rashifal

22 to 28 February Horoscope – 22 ફેબ્રુઆરીથી શરૂ થતું આ અઠવાડિયું ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનું બની રહેશે. રવિવાર, 21 ફેબ્રુઆરીએ સવારે સુખ-સમૃદ્ધી અને વિલાસિતાના ગ્રહ શુક્રએ રાશિ બદલી છે. શુક્ર ગ્રહે મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કર્યો છે. તો સપ્તાહના પહેલા દિવસે મંગળ પોતાના સ્વ રાશિમાંથી નીકળીને વૃષભમાં પ્રવેશ કરી રહ્યો છે.

22 to 28 February Horoscope Rashifal

મેષ રાશિફળ – Aries Weekly Horoscope

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં અવરોધો દૂર થાય. નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ. પ્રતિષ્ઠામાં વધારો થાય. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખો. આત્મવિશ્વાસ વધે. પરિવારના સભ્યોની આવકમાં વધારો થાય. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. અગાઉ કરેલી બચત ઉપયોગમાં આવે. સગાઇ અંગેના કાર્યોમાં સફળતા.

વૃષભ રાશિફળ – Taurus Week Horoscope

સપ્તાહ દરમિયાન આવક વધારવાના પ્રયત્નો કરો છો પણ સફળતા મળતી નથી તેથી ખર્ચ ઉપર તમારે કાબૂ રાખવો જરૂરી રહેશે. નોકરીમાં કાર્યભાર રહેવાનો બીજાના પ્રશ્નોને લઇને તમો ટેન્શન અનુભવશો. વિદેશ જવાની તક માટે સારો સમય રહે. તમારામાં રહેલી ખુબીઓનો તમારે સમાજને લાભ દેવાનો છે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય. સ્ત્રી વર્ગને આ સમય દરમિયાન માનસિક ટેન્શન રહે. વિદ્યાર્થી વર્ગને સમયનો વ્યય ન કરવો.

મિથુન રાશિફળ- Gemini Weekly Horoscope

આ સપ્તાહ દરમિયાન જેટલી વધુ મહેનત કરશો તેટલી સફળતા મળવવાની શક્યતા છે. મિલકતના પ્રશ્નોમાં લાભ રહે. લગ્નજીવનમાં ગેરસમજોથી જાળવવું. નવી યોજનામાં થોડી ધીરજ રાખો. તમો ખુબજ મહત્વકાંક્ષા ધરાવો છો. તમે સફળતા મેળવવાના હકદાર છો. તમારામાં જબરજસ્ત ટેલેન્ટ છે. તેમાં કોઇ શંકા નથી. વિદેશ જવાની તક માટે આ સમય લાભદાયક રહેવાનો. સ્વાસ્થ્ય બાબત થોડુ ધ્યાન રાખજો.

કર્ક રાશિફળ – Cancer Weekly Horoscope

આ અઠવાડિયે નોકરીમાં મનની ઇચ્છા ફળે. વ્યવસાયમાં વિકાસની તક મળે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. શેર સટ્ટામાં અનુકુળતા રહેશે. સગાઇ-લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે. માનસિક ટેન્શન દૂર થાય. ભાગ્યોદયની તક માટે સારો સમય. તમારા સર્કલમાં તમારા કાર્યની કદર થવાની. સ્વાસ્થ્ય બાબત ગેસ, અપચાની તકલીફોથી જાળવવું.

સિંહ રાશિફળ – Leo Weekly Horoscope

નોકરીમાં કાર્યભાર રહે. રોકાયેલા નાણા છુટા થાય. લગ્ન ઇચ્છુકોએ ધીરજપૂર્વક નિર્ણય લેવા. શુક્રવાર વિશેષ લાભ રહે. ઉધારી ધંધાથી દૂર રહેવું. સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. કાયદાકીય પ્રશ્નોથી દૂર રહેવું. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. નાની-નાની વાતોને લઇને પરિવારના સભ્યો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા.

કન્યા રાશિફળ – Virgo Weekly Horoscope

વ્યવસાયમાં પ્રગતિ. સગાઇ-લગ્નના કાર્યોમાં સફળતા. કર્જ ન કરવું શેર સટ્ટામાં સાવધાની જરૂરી રહે. કોઇ નવા આયોજનમાં અનુકુળતા રહે. મિત્રો સાથે ભાગીદારી ધંધાનું આયોજન શકય બને. પરિવારના સભ્યો સાથે મતભેદો ટાળવા. લાગણીઓને કાબૂમાં રાખવી.

તુલા રાશિફળ – Libra Weekly Horoscope

જીવનસાથીનો સહકાર સારો રહેશે. વિદ્યાર્થીઓને ન ધારેલી સફળતા મેળવશો. તમારામાં અદ્ભૂત શક્તિઓ છે. શેર સટ્ટામાં લાભ. ભાઇ-બહેનોથી સાથ સહકાર સારો રહે. આ સમય તમારે માટે ઉત્તમ રહેશે. સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવો છે. જેને લઇને તમારે કયારેક પ્રતિષ્ઠા જાળવવા સંઘર્ષ કરવો પડે છે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Weekly Horoscope

મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. દરેક ક્ષેત્રે વહેવારુ અભિગમ અપ્નાવવાથી લાભ રહે. બુધ્ધિ પ્રતિભામાં વધારો થાય. સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થાય. ભાગીદારોને સાથ સહકાર દેવો. ભૌતિક સુખનો લગાવ વધવાનો. વ્યવસાયમાં નવી યોજનામાં લાભ. શેર સટ્ટામાં લાભ. ગુસ્સાને ટાળજો. આત્મવિશ્વાસ કેળવવાથી સફળતા.

ધન રાશિફળ – Sagittarius Weekly

સ્વાસ્થ્ય બાબત જાળવવું. ભાગીદારો સાથે સુમેળ રાખવો. કોઇ નવા આયોજન બાબત ઉતાવળ ન કરવી. નોકરીમાં નવી ઓફર આવે. પ્રમોશન બદલીના ચાન્સ મિલકતના પ્રશ્નોને પ્રાધાન્ય આપો. અટકતા કાર્યોને વેગ મળે. મહત્વના કાર્યોમાં સફળતા રહે. સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં અનુકુળતા રહે. પસંદગીના પાત્ર સાથે સગાઇ લગ્નના યોગ ઉભા થાય.

મકર રાશિફળ – Capricornus Horoscope

નોકરીમાં સ્થીરતા રાખવી. તમારા શુભેચ્છકોનો સહકાર રહેશે. નવી ભાગીદારી યોજનામાં મનગમતી વ્યક્તિ સાથે આયોજન થાય. આંધળુ સાહસ ન કરતા. સંતાનોની પ્રગતિ રહે. આર્થિક સ્થિતિમાં સુધારો શકય બને. કાનૂની પ્રશ્નો ટાળવા. સપ્તાહ દરમિયાન વ્યવાસયમાં નવું આયોજન થાય. ઇમ્પોર્ટ-એકસપોર્ટના ધંધામાં સફળતા.

કુંભ રાશિફળ – Aquarius Weekly

જીવનમાં કશુંક ખૂટતું હોય તેવો અહેસાસ રહે. મિત્રો સ્નેહીજનોનો સહકાર મળશે. શેર સટ્ટાથી જાળવવું. સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલીના ચાન્સ રહે. તમારે માટે વ્યવસાયમાં ન ધારેલી સફળતા રહે. શેર સટ્ટાથી જાળવવું. નેગેટિવ વિચારોને ટાળજો. અપરણીતોને સગાઇ લગ્નના કાર્યોમાં મનચાહી સફળતા મળે.

મીન રાશિફળ – Pisces Weekly

શેર સટ્ટામાં લાભ રહે. તમોને જીવનસાથીનો સહકાર સારો રહેવાનો. રાજકીય વ્યક્તિનો સહકાર સારો મળવાનો. નાણાકીય બાબતોમાં તમોને ટેંશન રહેશે. વ્યવસાયમાં પરિવર્તન થાય. આ સમય દરમિયાન નોકરીમાં ખાસ ધ્યાન રાખવું પડશે. લખાણ દસ્તાવેજોના કાર્યમાં જાળવવું.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ