Budget 2021 Business

બજેટ 2021 – જાણો ઈન્ક્મ ટેક્સ સ્લેબ સાથે જોડાયેલી 6 મોટી જાહેરાતો વિશે

Budget 2021 - 6 Big Announcement of Income Tax Slabs

budget 2021 – 6 Big Announcement of Income Tax Slabs

Income Tax Slabs 2021-22 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાંકીય વર્ષ 2021-22 માટે અંદાજપત્ર (Union Budget 2021-22) રજૂ કર્યું હતું. આ વખતના બજેટમાં નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને ખુબ આશા હતી. લોકોને આવકવેરામાં (Income Tax) થોડી રાહત મળશે એવી આશા રાખીને બેઠા હતા. જો કે એવું બન્યું નથી જોવા જઈએ તો બજેટમાં ઈન્ક્મટેક્સને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ઈન્ક્મ ટેક્સ સાથે જોડાયેલી 6 મોટી જાહેરાત જરૂર કરવામાં આવી છે.

બજેટ 2021 – જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘુ થયું

બજેટથી શેરબજાર ખુશ, સેન્સેક્સમાં છેલ્લા 24 વર્ષમાં આવ્યો સૌથી મોટો ઉછાળો

ઈન્ક્મ ટેક્સ સાથે જોડાયેલી 6 મોટી જાહેરાતો – 6 Big Announcement for Income Tax Slabs 2021-22

1. નાણામંત્રી એ બજેટમાં 75 વર્ષથી વધુની ઉંમરના લોકોને ચોક્કસ રાહત આપી છે. આ ટેક્સ પેયરમાં આવતા વરિષ્ઠ નાગરિકોને જો આવક પેંશન અને વ્યાજ હોય તો તેમને Income Tax Return ફાઈલ કરવામાંથી મુકિત આપી છે.

2. બજેટ રજૂ કરતી વખતે કરદાતાઓને રાહત આપતા જણાવ્યું કે હવે કેપિટલ ગેન વ્યાજથી થયેલી આવક પ્રિ-ફાઈલ થશે. એટલે કે તેને અલગથી ફાઈલ કરવાની જરૂર નહિ રહે.

3. નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના અંગે જાહેરાત કરી હતી. આમ ટેક્સ સાથે જોડાયેલા કેસને ફરીથી ખોલવાની અવધિ 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાની જાહેરાત કરી છે.

4. ડિજિટલ મીડીયમ થી સતત વેપાર કરતી કંપનીઓને ટેક્સ ઓડિટથી જે છૂટ મળે છે ત બેગણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

5. કેન્દ્ર સરકારે ઈન્ક્મ ટેક્સ એપીલિએટ ટ્રીબ્યુનલ ને ફેસલેસ બનાવવા માટે નેશનલ ઈન્ક્મ ટેક્સ એપીલિએટ ટ્રીબ્યુનલ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો.

6. 50 લાખથી વધારે આવક છુપાવવા સાથે જોડાયેલ કેસને 10 વર્ષ પછી પણ ખોલી શકાય છે.

2 ટેક્સ પ્રણાલી ચાલુ રહેશે

ગત વર્ષે બેજટમાં સરકારે ઈન્ક્મ ટેક્સની નવી પ્રણાલી દાખલ કરી હતી. આમ ગયા વર્ષે દાખલ કરેલી પ્રણાલીમાં 7 પ્રકારના સ્લેબનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શૂન્ય, 5ટકા, 10ટકા, 15ટકા, 20ટકા, 25ટકા, 30ટકા નો સમાવેશ થાય છે.

બીજી બાજુ જૂની સિસ્ટમમાં શૂન્ય, 5ટકા, 20ટકા, 30ટકા એમ 4 સ્લેબનો સમાવેશ થાય છે. આમ હાલ કરદાતા બેમાંથી ગમે તે એક વિકલ્પ ચોઈસ કરી શકે છે. નવી સિસ્ટમમાં 15 લાખ રૂપિયા વચ્ચે આવક પર ટેક્સનો દર ઓછો છે પરંતુ ટેક્સમાં કોઈ છૂટ કે કપાત નહિ મળે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ