Entertainment

વિરાટ અને અનુષ્કાએ શેર કર્યો પુત્રી સાથે ફોટો, જાણો શું નામ રાખ્યું

Anushka Sharma shares First Picture of Baby Girl

Anushka Sharma shares First Picture of Baby Girl

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. હવે, અનુષ્કાએ પુત્રીનો પહેલો ફોટો શેર કર્યો છે અને ચાહકોને બેબી ગર્લનું નામ જણાવ્યું છે. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે તેણે અને વિરાટે તેમની બાળકીનું નામ ‘વામિકા’ (virushka daughter name) રાખ્યું છે.

તારક મેહતાના અંજલી ભાભીને લાલ સાડીમાં જોઈને આંખો થઈ જશે પહોળી, જુઓ તસ્વીરો

યુ-ટ્યુબથી સૌથી વધુ કમાણી કરનાર બન્યો આ 9 વર્ષનો બાળક, આવક જાણીને રહી જશો દંગ

અનુષ્કા શર્માએ પોતાની પુત્રીનો પહેલો ફોટો સોશ્યિલ મીડિયામાં શેર કરતાં લખ્યું કે, ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

વિરાટ કોહલીએ પુત્રીના જન્મની ઘોષણા કરી હતી

અનુષ્કા શર્માના ચાહકોથી લઈને સેલેબ્સ સુધી તેઓ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. અને પુત્રીને સાથે વિરાટ અને અનુષ્કાને પણ આશીર્વાદ આપી રહ્યા છે. તમને જણાવી દઈ કે વિરાટ અને અનુષ્કાની પુત્રીનો જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટ કોહલીએ આ ખુશખબર સોશ્યિલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્રિટીઓ દ્વારા અભિનંદન પણ મળી રહ્યા હતા.

વિરાટે ટ્વીટ કરતા લખ્યું કે, “અમને બંનેને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારીએ છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને સ્વસ્થ છે અને અમારું સૌભાગ્ય છે કે અમને જિંદગીના આ ચેપ્ટરના અનુભવ કરવાની તક મળી. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે હાલના સમયે અમને બધાને થોડી પ્રાઇવસી જોઈએ.”

અનુષ્કા શર્માએ અને વિરાટ કોહલીએ ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ