Business

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો આ કામ, જાણો કારણ

Bank of Baroda IFSC Code, Dena Bank IFSC code, Vijaya Bank IFSC Code, BoB IFSC code change, Bank of Baroda, IFSC Code, Banking News, Business News

BoB IFSC code change

જો આપનું ખાતું બેન્ક ઓફ બરોડામાં છે તો આ સમાચાર આપના માટે છે. કેન્દ્ર સરકારે થોડાદિવસ પહેલા દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેંક ઓફ બરોડામાં મર્જિંગ કર્યું હતું. ત્યારબાદ આ બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. પહેલી માર્ચ પછી બેન્ક પોતાના IFSC કોડમાં ફેરફાર (bob ifsc code change) કરવા જઈ રહી છે. તમે પણ ફટાફટ પોતાનો નવો IFSC કોડ નોંધી લો નહીં તો 1 માર્ચ 2021 બાદ નાણાંની લેવડ-દેવડ નહીં કરી શકો.

તમારી પાસે 2000 રૂપિયાની ફાટેલી નોટ છે તો બેંક આપશે આટલા રૂપિયા, જાણો કેવી રીતે

બેંકે જણાવ્યું છે કે 1 માર્ચ પછી ગ્રાહકોનો જૂનો IFSC કોડ કામ નહિ કરે. આમ દેશની ત્રીજી મોટી સરકારી બેંક કે જે બેંક ઓફ બરોડાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. બેંકે કહ્યું છે કે, પ્રિય ગ્રાહકો કૃપયા ધ્યાન દો, ઇ-વિજયા અને ઇ-દેના IFSC Code 1 માર્ચ 2021થી બંધ થવા જઈ રહ્યા છે. ઇ-વિજયા અને દેના બેંકની શાખાઓ પરથી તમે નવા IFSC Code પ્રાપ્ત કરી લો. ચરણોનું પાલન કરો અને સુવિધાઓનો અનુભવ લો.

Bank of Baroda IFSC Code, Dena Bank IFSC code, Vijaya Bank IFSC Code, BoB IFSC code change

ટોલ ફ્રી નબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો

જો તમે IFSC કોડને લઈને કોઈ મુશ્કેલી થઈ રહી છે તો 1800 258 1700 પર ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો અથવા કોઈ નજીકની બ્રાન્ચની મુલાકાત કરીની જાણકારી મેળવી શકો છો.

મેસેજ દ્વારા પણ માહિતી મેળવી શકો છો

આ ઉપરાંત મેસેજ થી પણ આપ જાણકારી મેળવી શકો છો. મેસેજમાં આપે લખવાનું છે “MIGR Last 4 digits of the old account number” અને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8422009988 પર મોકલી દો.

પંજાબ નેશનલ બેંકે પણ ટ્વીટ કરીને જાણ કરીને છે કે ઓરિએન્ટ્લ બેંક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ આપને બેંકથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે.

આમ IFSC કોડના ફેરફારથી ખાતાધારકો પર સીધી અસર પડશે. નોંધનીય છે કે ઓનલાઈન ટ્રાન્જેકશન માટે બેંક એકાઉન્ટ નંબરની સાથે બેંકનો IFSC એટલે કે ઈન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ પણ એડ કરવો પડે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment