હેલ્થ ટિપ્સ – આ 4 દાળ જે તમારા સ્વાસ્થ્યને રાખશે સ્વસ્થ

Health Tips - Benefits of Rajma, Moong, Urad, Masoor Dal

Health Tips, Control Weight, Blood Sugar Control – દાળને હંમેશા પ્રોટીનનો એક સારો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ તેમાં ઘણાં એવા પોષક તત્વો હોય છે જે ઘણી બીમારીઓ દૂર કરે છે. ભોજનમાં જો અલગ અલગ દાળને લેવામાં આવે તો હાર્ટની બીમારી અને ડાયાબિટીસની બીમારીનું જોખમ ઘટાડી શકાય અને વજન પણ કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો આજે એવી 4 દાળ વિશે જણાવીશું જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખશે.

ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકાય બ્લડ સુગર લેવલ, જાણો વિગતવાર

મગની દાળ

Health Tips - Benefits of Rajma, Moong, Urad, Masoor Dal

આ દાળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પૂરતી માત્રામાં હોય છે. જે તમારા બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે. આ દાળ તે લોકો માટે વધારે ફાયદાકારક છે જેને ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી છે. મગની દાળમાં ફેટ ઓછું અને પ્રોટીન વધારે હોય છે.

અડદની દાળ

Health Tips - Benefits of Rajma, Moong, Urad, Masoor Dal

આ દાળ મહિલાઓ માટે ફાયદાકારક છે. કારણકે તે પ્રોટીન, આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમની અછત પૂરી કરે છે. ફાઈબર હોવાને લીધે તે પાચનતંત્રને સારું બનાવે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ હાર્ટ માટે ફાયદાકરક છે. આયર્ન તમને એનર્જેટિક રાખે છે.

મસૂરની દાળ

Health Tips - Benefits of Rajma, Moong, Urad, Masoor Dal

આ હાડકા અને દાંત મજબૂત બનાવે છે કારણકે તેમાં વધારે કેલ્શિયમ હોય છે. તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે. આ દાળમાં ફેટ ઓછું હોય છે આથી શરીર ઉતારવા માટે એક સારો વિકલ્પ છે. પ્રોટીન ઉપરાંત ફાઈબર હોવાને લીધે પેટ માટે ફાયદાકારક છે.

આવી રીતે ઓળખો, આપનું મધ અસલી છે કે નકલી?

રાજમા

Health Tips - Benefits of Rajma, Moong, Urad, Masoor Dal

વજન ઘટાડવાની સાથે બ્લડ સુગર કન્ટ્રોલ કરવા માટે રાજમાનો ભોજનમાં ઉપયોગ કરી શકો છો. રાજમા કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરીને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ, ફાઈબર ઉપરાંત ઘણા પ્રકારના વિટામિન પણ હોય છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ