
5 Best camera phones under 10000
ભારતીય બજારમાં આજકાલ બજેટ સ્માર્ટફોનમાં ઘણી સારી સુવિધાઓ જોવા મળી રહી છે. આમ માકેટમાં 10 હજાર રૂપિયાની અંદર મળતા સ્માર્ટફોનમાં પણ સારી બેટરી અને સારા કેમેરા મળે છે. જો તમે 10 હજાર રૂપિયાની અંદર સારા કેમેરાવાળા ફોન ખરીદવા માંગતા હોય, તો અમે તમને કેટલાક સ્માર્ટફોનનું લિસ્ટ (5 best camera phones) જણાવીશું.
Top 5 Best Camera Phones Under 10,000
રેડમી 9 પ્રાઈમ – Redmi 9 Prime
આ ફોન 9,999 રૂપિયામાં શરૂઆતની કિંમત માં મળે છે. ફોરોગ્રાફી માટે આ ફોનમાં રિયરમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મિગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરા, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 2 મિગાપિક્સલ ડેપ્થ સેન્સર મળે છે. સાથે સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સાથે આ ફોનમાં MediaTek Heilo G80 પ્રોસેસર આવે છે.
પોકો M2 – POCO M2
આ સ્માર્ટફોન પણ 9,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં આવે છે. આ ફોનમાં 13 મેગાપિક્સલ + 8 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ ક્વાડ રિયર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. આ ફોનમાં પણ MediaTek Heilo G80 પ્રોસેસર મળે છે.
રિયલમી C15 ક્વોલકોમ એડિશન – Realme C15 Qualcomm Edition
આ રિયલમી નો ફોન પણ 9,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે આવે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા -વાઈડ એંગલ કેમેરા, 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેંસર અને 2 મેગાપિક્સલનો રેટ્રો લેન્સ મળે છે. આ ઉપરાંત સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા પણ આપવામાં આવે છે. સાથે તે સ્નેપડ્રેગન 460 પ્રોસેસર મળે છે.
રિયલમી Nazro 20A – Realme Nazro 20A
આ ફોન પ્રારંભિક 8,499 રૂપિયાની કિંમતે મળે છે. આમ બેસ્ટ ફોટોગ્રાફી માટે 12 મેગાપિક્સલનો રિયર કેમેરા, 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા મળે છે. આમ આ ફોનમાં 4k વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકાય છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ મળે છે. રિયલમીનો આ ફોન સ્નેપડ્રેગન 665 પ્રોસેસર સાથે આવે છે.
સેમસંગ ગેલેક્સી M02s – Samsung Galaxy M20s
આ સ્માર્ટફોન 8,999 રૂપિયાની પ્રારંભિક કિંમત પર આવે છે. આમાં ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર ઉપલબ્ધ છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો છે. તે સ્નેપડ્રેગન 450 પ્રોસેસર સાથે આવે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ