
Best Jio 2GB Data Plans
રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે દરરોજ નવા નવા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સ અલગ-અલગ કિંમતો અને ફાયદા સાથે આવે છે. હાલમાં, અમે કંપનીના એવા બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ (jio best prepaid plans) વિશે જણાવીશું જેમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્રીપેડ પેકમાં ડેઈલી ડેટાની સાથે ઘણા બધા ફાયદા પણ ગ્રાહકોને આપે છે. ચાલો જાણીએ આ પ્રીપેડ પ્લાન્સ લિસ્ટ વિશે.
તમારી પાસે 2000 રૂપિયાની ફાટેલી નોટ છે તો બેંક આપશે આટલા રૂપિયા, જાણો કેવી રીતે
વોડાફોન પ્રીપેડ યુઝર્સને આ પ્લાન પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, દરરોજ મળશે 1.5 જીબી ડેટા
Best Jio Data Plans
જિયો નો 249 રૂપિયા વાળો પ્લાન – Jio Rs. 249 Prepaid Plan
આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પણ આપવામાં આવે છે. આ પ્લેનમાં ગ્રાહકોને ટોટલ 56 જીબી ડેટા મળે છે અને ડેટા લિમિટ પૂરી થઈ ગયા પછી ઘટીને 64 kbps થઈ જશે. સાથે જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.
જીયોનો 444 રૂપિયા વાળો પ્લાન – Jio Rs 444 Prepaid Plan
આ પ્લાનમાં કસ્ટમરને 56 દિવસની વેલિડિટી મળે છે. આમ ગ્રાહકો ને રોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 56 દિવસની માન્યતા દરમિયાન કુલ 112GB ડેટા આપવામાં આવે છે. ઉપરાંત, આ પ્લાનમાં ગ્રાહકોને જિઓ એપ્લિકેશનનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ ગ્રાહકોને મળે છે.
જીયોનો 599 રૂપિયાનો પ્લાન – Jio Rs 599 Prepaid Plan
કંપનીના આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આવે છે. આ પ્લાનમાં કસ્ટમરને દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. ગ્રાહકોને આ વેલિડિટી દરમ્યાન ટોટલ 168 જીબી ડેટા મળે છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ કસ્ટમરને મળે છે.
જિયો નો 598 રૂપિયા વાળો પ્લાન – Jio Rs 598 Prepaid Plan
આ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે રોજ 100 SMS પણ આપવામાં આવે છે. જિયો એપ્સ નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આ પ્લાનમાં મળે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આમ 399 રૂપિયાની કિંમતનો Disney + Hotstar નું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી ઓફર કરે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ