Dia Mirza Vaibhav Rekhi Wedding – બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા એ ગત સોમવારે બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે લગ્ન કરી લીધા છે. દિયા મિર્ઝા જે બિલ્ડિંગમાં રહે છે તે સોસાયટીની અંદર જ એક મોટા ગાર્ડનમાં લગ્ન થયા. લગ્નના તુરંત બાદ જ દિયા મિર્ઝા અને વૈભવ રેખીની કેટલીક તસ્વીર અને વીડિયો સામે આવ્યાં છે. જે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. લગ્ન બાદ દિયા અને વૈભવ સાથે બહાર આવ્યાં અને ફોટો માટે પોઝ આપ્યા છે. આ બાદ દિયા મિર્ઝાએ ફોટોગ્રાફર અને વેડિંગ વેન્યુ બહાર ઉભેલાં લોકોને મીઠાઈ વહેંચી હતી.
દીયા મિર્ઝા લાલ સાડીમાં સજેલી ખુબજ સુંદર નજર આવી હતી.
દીયાએ આજે લાલ સાડીમાં વૈભવ સાથે સાત ફેરા લીધા હતાં. વૈભવે ગોલ્ડન પાઘડી અને સફેદ કૂર્તા પજામા અને કોટી પહેરી હતી.
બંનેની તસ્વીરો જોત જોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. વાયરલ થયેલી તસવીરોમાં દીયા મિર્ઝા દુલ્હનનાં લિબાસમાં ખુબજ સુંદર લાગી રહી હતી.
દીયાનો લૂક એકદમ સિમ્પલ હતો તેણે લાઇટ મેકઅપ અને જ્વેલરી પણ પહેરી હતી.
ગળામાં નેકલેસ, વાળમાં ગજરો અને માંગ ટીકા સાથે તેણે તેનો લૂક કપ્લિટ કર્યો હતો.
દીયાનો પતિ વૈભવ એક બિઝનેસમેન છે અને સાથે જ ફાઇનેંશિયલ ઇનવેસ્ટમેન્ટનું કામ પણ કરે છે.
લગ્નનાં બાદ દીયા અને વૈભવે મીડિયા અને વેડિંગ વેન્યૂ બહાર ઉભેલાં લોકોને મિઠાઇ ખવડાવી હતી.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ