વોટ્સએપને ટક્કર આપશે મોદી સરકારની આ સ્વદેશી મેસેજિંગ એપ, આ રીતે કરો ડાઉનલોડ

Download Modi Govt Sandes Messaging App Apk

જો તમે વોટ્સએપ, ફેસબૂક જેવી સોશ્યિલ મીડિયા કંપનીની પ્રાઇવસી પોલિસી (Privacy Policy) ને લઈને ચિંતિત છો, તો હવે ચિંતા છોડી દો. મોદી સરકારે (Modi Govt) વોટ્સએપને ટક્કર આપવા માટે સ્વદેશી મેસેજિંગ એપ Sandes લોન્ચ કરી છે. હવે તમે આ Sandes App ને સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

જાણો Sandes App વિશે

કેન્દ્ર સરકારે ડેટા ચોરી અને યુઝર્સની પ્રાઈવેસીને લઈને નવી મેસેજિંગ એપ લોન્ચ કરી છે. એક રિપોર્ટ અનુસાર આ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આ એપની ખાસિયત એ છે કે, વિદેશી એપ્સ તમારી પ્રાઈવેસી અને ડેટાની ચોરી કરી છે જે આ એપમાં થશે નહીં. આ એપને NIC (National Informatics Centre )એ ડેવલપ કરી છે. જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY)નો ભાગ છે. આ એપને Government Instant Messaging Systam (GIMS) પણ કહેવામાં આવી રહી છે.

ભારતમાં લોન્ચ થયો 7000 mAh બેટરી વાળો મોબાઈલ, જાણો મોડલ, કિંમત, અને ફિચર્સ

આ રીતે ડાઉનલોડ કરો Sandes એપ

હાલમાં Sandes એપને સત્તાવાર રીતે શરુ કરવામાં આવી નથી. આમ સામાન્ય યુઝર્સ આ એપને પ્લે સ્ટોર કે એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે નહીં. પરંતુ આ એપની APK ફાઈલ આવી ગઈ છે. જેને તમે સીધી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો. આ લિંકથી તમે APK ડાઉનલોડ કરી શકશો – https://www.gims.gov.in/dash/dlink

આ એપની APK લિંકનો આપવાનો મતબલ છે કે, લગભગ એપ તૈયાર થઇ ગઇ છે અને ખુબ જ જલ્દી તે લોંચ પણ થઇ શકે છે. લોંચિગ બાદ આ એપને Google Play Store અને Apple App Store બંન્ને પરથી ડાઉનલોડ કરી શકાશે.

કેવી રીતે બનાવશો તમારું એકાઉન્ટ? – How to setup account on Sandes App

સૌથી પહેલા તમારે APK ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે.
ત્યારબાદ એપને ઓપન કરતા જ તમારો મોબાઇલ નંબર અને Email Id આપવાનું રહેશે.
જો તમે મોબાઇલ નંબર નાખો છો તો વેરિફિકેશન માટે OTP આવશે.
પછી OTP વેરિફાય કરો. જરૂરી જાણકારી તમારે ભરવાની રહેશે.
એપ શરૂ થતા પહેલા તમારે કેટલીક પરમિશનની મંજૂરી આપવાની રહેશે.
હવે આપ એપને યૂઝ કરી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ