India News

કૃષિ આંદોલન – રાકેશ ટિકૈતે કહ્યું સમગ્ર દેશમાં શનિવારે કરશે ચક્કાજામ

Rakesh Tikait, new agriculture laws, farmers, Farmer Protest, chakka jam

Farmers Protest India

નવા કૃષિ કાયદાને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતો 6 ફેબ્રુઆરે શનિવારે ચક્કાજામ કરવા જઈ રહ્યા છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ચક્કાજામ પુરા દેશમાં હશે. આ ચક્કાજામ દરમિયાન મુખ્ય રસ્તાઓ પર બપોરે 12 થી 3 વાગ્યા સુધી ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહિ. આ ચક્કાજામનો નિર્ણય સિંધુ બોર્ડર પાસે 1 ફેબ્રુઆરીએ લેવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું કે જે લોકો અહીં નથી આવી શક્યા તેઓ પોત-પોતાના વિસ્તારમાં શનિવારે શાંતિપૂર્વક ચક્કાજામ કરશે. જાણો ચક્કાજામ સાથે જોડાયેલી મહત્વની વાતો.

Reliance Jio – 249 રૂપિયાથી શરૂ થતા 2 જીબી ડેટાવાળા બેસ્ટ પ્લાન્સનું લિસ્ટ

ક્યારે છે દેશવ્યાપી ચક્કાજામ?

6 ફેબ્રુઆરીએ – બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી.

ક્યાં-ક્યાં અસર રહેશે?

તમામ નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર ચક્કાજામ હશે.

શું દિલ્હીમાં 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ થશે?

ના. રાકેશ ટિકૈતના જણાવ્યા પ્રમાણે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં કોઈ પણ પ્રકારનો ચક્કાજામ નહીં થાય. આ સિવાય સમગ્ર દેશમાં ચક્કાજામ થશે.

કોણે કર્યું છે ચક્કાજામનું એલાન?

સંયુક્ત કિસાન મોર્ચાએ આ એલાન કર્યું છે.

ચક્કાજામમાં શું થશે?

સંયુક્ત કિસાન મોર્ચાના જણાવ્યા પ્રમાણે 26 જાન્યુઆરી બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોના ઘણા ટ્રેક્ટરો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી બોર્ડરની આજુબાજુની જગ્યાઓને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે. ધરણા ચાલી રહ્યા છે તે સ્થળે અને તેની આજુબાજુ વિજળી, પાણીનો પૂરવઠો તથા ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

6 ફેબ્રુઆરીએ ચક્કાજામનો હેતું શું છે?

ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ મંજીત સિંહ રાયના જણાવ્યા પ્રમાણે આ ચક્કાજામથી ખેડૂતો દેખાડવા ઈચ્છે છે કે તેઓ એકસાથે છે. અને એ પણ જણાવ્યું કે, સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે.

ચક્કાજામનું મોનિટરિંગ કોણ કરશે?

સિંઘુ અને ટીકરી બોર્ડર પર બેઠેલા સંયુક્ત કિસાન મોર્ચાના નેતા સમગ્ર ચક્કાજામનું મોનીટરીંગ કરશે.

ચક્કાજામ પૂરો થયા બાદ શું?

ખેડૂત નેતાઓના જણાવ્યા પ્રમાણે બપોરે 3 વાગ્યા પછી ચક્કાજામ સમાપ્ત થઈ જશે પછી તેઓ એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓના હોર્ન વગાડશે.

સુરક્ષા વ્યવસ્થા કેવી હશે?

દિલ્હીમાં ચક્કાજામ નથી પરંતુ તેમ છતાં પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. ચક્કાજામની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળે તેવી સંભાવના છે. તેના માટે ત્યાંની પોલીસ વ્યવસ્થામાં છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ