FASTag Mandatory : 15 ફેબ્રુઆરી થી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા હવે વાહનોને ટોલ માત્ર ફાસ્ટેગથી જ આપવો પડશે. ટુ વ્હીલર વાહન ને FASTag માં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ક્યાંથી ખરીદી શકો છો FASTag?
દેશભરમાં 40000થી વધારે કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાંથી FASTag ખરીદી શકાય છે. આ સિવાય તમે પેટીએમ, ડિજિટલ વોલેટ, ફ્લિપકાર્ટની પાસેથી પણ તેને ખરીદી શકો છો. તમે તેને ઘરે બેઠા મંગાવી શકો છો અને તમારી કારની સામેની વિંડસ્ક્રીન પર લગાવી શકો છો. તેને તમે યૂપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી રિચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક ખાતાથી લિંક હશે તો રૂપિયા તમારા ખાતામાંથી જાતે જ કપાઈ જશે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા રાખી છે. આ સિવાય 200 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપવાની રહે છે.
આ પણ વાંચો – IPL 2021 ની હરાજી પેલા આ ખેલાડી ની તુફાની પારી, જાણો તે ખેલાડી ની બેઝ પ્રાઈઝ વેલ્યુ
ફાસ્ટેગ એક સ્ટીકર હોય છે જે વાહનના વિંડ સ્ક્રીન પર લગાવાય છે. ટોલ પર ક્રોસિંગ સમયે ડિવાઈસ રેડિયો ફ્રિકવન્સી ઓઈડેન્ટિફિકેશન ટેક્નોલોજીની મદદથી ટોલ પ્લાઝા પર લગેલા સ્કેનરથી કનેક્ટ થાય છે અને પછી ફાસ્ટેગ સાથે જોડાયેલા એકાઉન્ટથી રૂપિયા કપાઈ જાય છે. તેને ટોલ પ્લાઝા પર રોકાવવાની જરૂર રહેતી નથી.
જ્યારે FASTag લગાવેલ વાહન ટોલ પ્લાઝા પાસે થી પસાર કરો ત્યારે તમારા વાહન ની ગતિ 25-30 કિલોમીટર પ્રતિ કલાક ની હોવી જરૂરી છે.
જો ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિના (FASTag Mandatory) વાહન ચલાવતા પકડાસો તો તમારે બમણો દંડ આપવો પડશે.
NHAIએ અગાઉ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેને દોઢ મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો, અને 15 ફેબ્રુઆરીથી જ અનિવાર્ય રૂપથી ટોલની ચૂકવણી ફાસ્ટેગથી જ કરવાનો નિર્ણય કરાયો હતો. જેથી હવે તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ