Govt Jobs

સરકારી નોકરી – GAIL એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ માટે ભરતી જાહેર, જુઓ તમામ વિગતો

GAIL Recruitment 2021 - Latest Vacancies on 15 February 2021

GAIL Recruitment 2021 – ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) એ ​​એક્ઝિક્યુટિવ ટ્રેની પદ માટે ખાલી જગ્યા ભરવાની જાહેરત કરી છે. આ ભરતી માટે ખાસ વાત એ છે કે આ માટે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. આમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા જ કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ કંપની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે.

આ પણ વાંચો – ભારતીય નૌકાદળને મળી આ શક્તિશાળી સબમરીન, જાણો તેની વિશેષતા

એક્ઝિક્યુટિવ ટ્રેનીની પોસ્ટ પર જાહેર કરાયેલ આ ખાલી જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2021 છે. ઉમેદવારોએ અરજી કરવા માટે GAIL ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આમ 16 માર્ચ સુધીમાં ઉમેદવારે અરજી કરી દેવી પડશે, કારણ કે 16 માર્ચ પછી એપ્લિકેશનની લિંક વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવશે. આમ કુલ 25 જગ્યાઓ પર ભરતી થશે.

કેવી રીતે અરજી કરવી (How to Apply)

આ ભરતીની અરજી કરવા માટે, સૌ પ્રથમ GAIL ઈન્ડિયાની ઑફિશિયલ વેબસાઇટ gailonline.com પર જાઓ.

ત્યારબાદ, હોમ પેજ પર “CAREER OPPORTUNITIES AS EXECUTIVE TRAINEE 2021 new” ની લિંક પર ક્લિક કરો.

અહી લિંકમાં Apply Now ઓપ્શન પર ક્લિક કરો.

અહીં બધા વિકલ્પોને માર્ક કર્યા પછી Next કરો.

આ પછી, તમે તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીથી (Email Id) રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી એપ્લિકેશન ફોર્મ ભરી શકાય છે.

ભરતીની વિગતો

આ ખાલી જગ્યા હેઠળ કુલ 25 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં Executive Trainee Chemical ની 13 અને Executive Trainee Instrumentation ની 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ માટે 13, EWS માટે 2, એસસી માટે 3, એસટી માટે 2 અને ઓબીસી માટે 5 બેઠકો નક્કી કરવામાં આવી છે. અરજદારે Engineering (Government Job for Engineers)માં બેચલર્સની ડિગ્રી હોવી આવશ્યક છે.

સેલરીની વિગતો – GAIL Recruitment 2021

આમાં, પસંદ કરાયેલા ઉમેદવારોમાં EXECUTIVE TRAINEE CHEMICAL અને EXECUTIVE TRAINEE Instrumentation નો પગાર 60,000 રૂપિયાથી લઈને 1,80,000 રૂપિયા આપવામાં આવશે. આ એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઇટ પર જઈને મેળવી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ