
Uttarakhand Glacier Accident Chamoli
ઉત્તરાખંડના જોશીમઠમાં રેણી નજીક ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી સર્જાઈ છે. રેણીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર તૂટ્યો છે. અનેક મકાનો સાથે લોકો તણાયાની આશંકા છે. પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તપોવનમાં પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે. ઉત્તરાખંડમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. 150 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે.
અહીં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણુ નુકસાન થયું છે. અહીં કામ કરનારા ઘણા મજૂરો હાલ ગુમ છે. નદીના કિનારે વસેલા ઘણા ઘર પાણીમાં વહી ગયા છે. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ઋષિગંગા સિવાય NTPCના પણ એક પ્રોજેક્ટને નુકસાન થયુ છે. તપોવન ડેમ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુકસાન થયું છે.
ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે જણાવ્યું કે, ચમોલી જિલ્લામાં પૂરથી 100થી 150 લોકોને જાનહાનિ થવાની આશંકા છે.
અચાનક ડેમ તૂટવાના કારણ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 150 લોકો લાપતા થવાના સમાચાર છે. અત્યાર સુધી બે મૃતદેહ મળી આવ્યા છે. જોશીમઠ અને તપોવનના વિસ્તારમાં આવેલા ઘરોને ખાલી કરવામામાં આવી રહ્યાં છે.
પ્રારંભિક માહિતી મુજબ, ગ્લેશિયર તૂટવાથી ડેમને નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે ફ્લેશ ફ્લડ આવ્યું છે. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે.
આઈટીબીપીએ પણ નિવેદન જાહેર કરીને કહ્યું કે, રેણી ગામ પાસે ધૌલીગંગામાં પૂર આવી છે. જળસ્તર વધી જવાથી નદી કિનારે આવેલા ઘરો નષ્ટ થઈ ગયા છે. જાનહાનીની સંખ્યા વધવાના આશંકા છે. બચાવ માટે મોટી સંખ્યામાં આઈટીબીપીના જવાનો પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ