Technology

ગુગલ તેની આ ખાસ સર્વિસ કરશે બંધ, જો બેકઅપ નહીં લો તો થઈ જશે ડીલીટ

Google Play Music App Close to 24 February 2021

ગુગલ (Google) તેની પોતાની એક ખાસ સર્વિસને બંધ કરવા જઇ રહ્યું છે. આ સર્વિસ બંધ થવાની સાથે જ Google આ સર્વિસનો તમામ ડેટા ડિલીટ કરી નાંખશે. તમને જણાવી દઇએ કે, ગૂગલની છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ ગુગલ પ્લે મ્યુઝિક એપ (Google Play Music App) ને 24 ફેબ્રુઆરીથી બંધ કરવા જઇ રહ્યું છે. 24 ફેબ્રુઆરી બાદ આ એપને કોઇ પણ પ્રકારનો સપોર્ટ નહી મળે. આવામાં જો તમે આ એપનો ઉપયોગ કરો છો તો બેકઅપ લઇ લો નહીં તો તમારો તમામ ડેટા ડિલીટ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર ગૂગલ પોતાની Play Music એપને યૂટ્યૂબ મ્યૂઝીક એપથી રિપ્લેસ કરવા જઇ રહ્યું છે.

ગૂગલે ઇ-મેલ દ્વારા જાણકારી આપી

Googleએ પોતાના યૂઝર્સને ઇ-મેલના માધ્યમથી એપને બંધ કરવાની જાણકારી આપી છે. આ સાથે જ તેમણે યૂઝર્સને આ એપના ડેટાનો બેકઅપ લેવા પણ કહ્યું હતું. ગૂગલે ગત વર્ષે કહ્યું હતું કે, Google Play Music App પર પોતાના પસંદગીના ગીતો સેવ કરી રાખ્યા છે તો પોતાના ડેટાને YouTube Music એપ પર ટ્રાંસફર કરી લેવા. એક વાર ડેટા ડિલીટ થયા બાદ તેને રિકવર કરી શકાશે નહીં.

માત્ર 1 રૂપિયાના ખર્ચમાં ઘરે જાતે કરો AC સર્વિસ, જાણો કેવી રીતે

કેવી રીતે લેશો Data Backup

જો તેમ Google Play Music એપનો ઉપયોગ કરો છો તો બને એટલું જલદી આ એપના Data નું backup લઈ લો. પોતાના ગૂગલ પ્લે-મ્યૂઝીક ડેટાને ટ્રાંસફર કરવા માટે મોબાઇલ એપ અથવા પછી મ્યૂઝીક ગૂગલ ડોટ કોમ પર જઇ Data Backup લઈ શકો છો. જો તમે મોબાઇલ એપનો ડેટા ડેસ્કટોપ પર ટ્રાંસફર કરવા માગો છો તો તેના માટે YouTube Music અથવા બીજા વિકલ્પ મળશે, તમે ઇચ્છો તો પોતાની આખી મ્યૂઝીક લાઇબ્રેરીને ડાઉનલોડ પણ કરી શકો છો અથવા ડિલીટ પણ કરી શકો છો.

આ કારણે બંધ થઇ રહી છે સર્વિસ

Google Play Music એપના બંધ થવાનું કારણ મ્યૂઝીક સેગમેન્ટમાં વધી રહેલ કોમ્પિટિશન છે. હાલમાં માર્કેટમાં એવી ઘણીખરી મ્યૂઝીક એપ્સ ઉપલબ્ધ છે, જે લોકો વચ્ચે ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યા છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર ટેલિગ્રામ ચેનલ