મોંઘવારીના મારની વચ્ચે ગૃહણીઓ માટે ફ્રી માઠા સમાચાર આવ્યા છે. ફરી એકવાર સિંગતેલ (Cottonseed Oil) અને કપાસિયા તેલ (Groundnut Oil) ના ભાવમાં ભારે વધારો (Price Hike) થયો છે.
અમદાવાદમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. આ ભાવ ઓલ ટાઈમ હાઈ થયા છે. કપાસ અને સિંગતેલના ડબ્બાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે. અત્યારે સિંગતેલનો (Cottonseed Oil) ડબ્બો 2480 અને કપાસિયા તેલનો (Groundnut Oil) ડબ્બો 1980 પર પહોંચ્યો છે. બીજી બાજુ પામોલિન તેલના ભાવ અત્યારે 1725 અને સન ફલાવર 2170 રૂપિયે ડબ્બો પહોંચ્યો છે.
માત્ર 1 રૂપિયાના ખર્ચમાં ઘરે જાતે કરો AC સર્વિસ, જાણો કેવી રીતે
આમ, કપાસિયા તેલ કે સિંગતેલ દરરોજ ભાવમાં 5થી 10 રૂપિયા સતત વધતા રહે છે. જેના કારણે અત્યારે ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો છે. 1 મહિનામાં સિંગતેલના ભાવ ( 380 અને કપાસિયા તેલના 280 જેટલા ભાવ વધ્યા છે. આમ તેલના ભાવ વધતા ગૃહિણીઓની રસોઈ ફિક્કી પડી છે.
મહિના પહેલા અને અત્યારના ભાવનો ફરક
મહિના પહેલા | અત્યારના ભાવ | |
સીંગતેલ | 2100 | 2480 |
કપાસીયા | 1700 | 1980 |
પામોલિન | 1500 | 1725 |
સન ફલાવર | 1800 | 2170 |
નોંધનીય છે કે, મુંબઈ તેલ બજારમાં પણ આજે બેતરફી વધઘટ વચ્ચે ભાવ અથડાતા જોવા મળ્યા હતા. પામોલિન તેલમાં આજે હાજરમાં 10 કિલોદીઠ હવાલા રિસેલમાં રૂ.1100થી 1110માં આશરે 150થી 200 ટનના વેપાર થયા હતા. જ્યારે રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીમાં આજે ફેબ્રુઆરી માટે રૂ.1115માં આશરે 200થી 300 ટનના વેપારો થયા હતા.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ