ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીના ભાવ જાહેર, જાણો એક ડોઝની કિંમત

By | February 27, 2021

Gujarat Govt. declare Corona Vaccine Rate for Private Hospitals

હવેથી સામાન્ય માણસને પણ કોરોનાની રસી મળશે. 1 માર્ચથી ગુજરાતમાં 250 રૂપિયામાં વેક્સીન (Corona Vaccine Rate) મળશે. જેમાં 100 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જ સાથે 250 રૂપિયામાં એક ડોઝ મળશે. તો સરકારી હોસ્પિટલોમાં અને સરકારી વેક્સીન સેન્ટરોમાં વિના મૂલ્યે મળશે. પહેલી માર્ચથી ગુજરાતમાં 60 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે સરકારે કોરોનાની રસીના ભાવ જાહેર કર્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી

કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. ગુજરાતમાં પણ 1 માર્ચથી 6૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશન આપવામાં આવશે.

માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે, એકવાર ચેક કરી લો લિસ્ટ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, 10 લાખની વસ્તીએ વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ છે. ગુજરાતમાં 31 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.07 લાખ એટલે કે 84 ટકાથી વધુ અને 5.41 લાખ ફ્રન્ટલાઈન વર્કર પૈકી 4.14 લાખ અર્થાત 77 ટકાથી વધુએ વેક્સીનનો પહેલો ડોઝ મુકાવ્યો છે.

અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે શહેરના અલગ અલગ સેંટર પર સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.

મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈ કરે તેવા 45 વર્ષની ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. આ માટે ફરજીયાત એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં વેક્સીનેશન (corona vaccine) શરૂ કરવામાં આવશે. વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાની જાણ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ