Entertainment

VIRAL VIDEO: આ વેઈટરે એવો ડાન્સ કર્યો કે લોકો સીટીઓ વગાડવાં લાગ્યા

Guwahati Waiter Dance on Baaghi Movie Song video VIRAL

photo credit: youtube

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff)ના તો સૌ કોઈ દીવાના છે. જયારે પણ ડાન્સિંગ સ્કિલની વાત આવે એટલે ટાઈગર શ્રોફ ફેવરિટ લિસ્ટમાં આવે છે. ટાઇગર એક સારો એક્ટર હોવાની સાથે સાથે એક સારો ડાન્સર પણ છે. સૌ કોઇ તેનાં ટેલેન્ટથી વાકેફ છે. ટાઇગર શ્રોફની ફિલ્મોથી વધુ તેનાં ફેન્સ તેનાં એક્શન અને ડાન્સિંગનાં દિવાનાં છે. પરંતુ હાલમાં ગુવાહાટીમાં એક યુવક છે જેનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (waiter boy dance video viral) થઈ રહ્યો છે. આ યુવકનો ડાન્સ જોયા બાદ માલૂમ થાય છે કે, તે ડાન્સિંગ મામલે ટાઇગર શ્રોફને પણ ટક્કર આપે એવો છે. આ યુવક ગુવાહાટીની એક રેસ્ટોરન્ટમાં એક વેઈટરનું કામ કરે છે.

ટેલિગ્રામમાં પણ લાસ્ટ સીન હાઈડ રાખવું છે? તો ફોલો કરો આ સરળ સ્ટેપ

આ વેઈટરનો ડાન્સ વીડિયો ખુબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે રેસ્ટોરન્ટમાં ડાન્સ કરતો નજર આવે છે. આ વેઈટર ટાઈગર શ્રોફની ફિલ્મ બાગીનાં સોન્ગ (Baagi Movie Song) પર ડાન્સ કરી રહ્યો છે. સાથે શાનદાર મૂવ્સ પણ બતાવે છે. આમ, આ વીડિયોમાં યુવક સ્લો મોશનથી લઈ રોબોટિક્સ ડાન્સ પર્ફોર્મ કરતો નજરે આવી રહ્યો છે. આ યુવકનો ડાન્સ જોયા પછી સૌ કોઈ તેના દિલથી વખાણ કરી રહ્યા છે.

સૌ કોઈ તેને કામ છોડીને રિયાલિટી શોમાં ભાગ લેવાની સલાહ આપી રહ્યા છે. આમ તેના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ગયા છે.

Waiter Boy Dance Video VIRAL

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ