ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા (Hardik Pandya pool pics) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાર્દિક પંડ્યા ઘણી વખત પોતાના ફોટોગ્રાફ તો ક્યારેક પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) અને દીકરા અગસ્ત્યની સાથે ફોટો અપલોડ કરતો રહે છે. હાર્દિક પંડ્યાના ફેન્સ પણ આ ફોટોગ્રાફ્સને ખૂબ પસંદ કરે છે. હાર્દિક પંડ્યા હાલ ઈન્ડિયન ક્રિકેટ ટીમની સાથે અમદાવાદમાં છે.
ગુગલ તેની આ ખાસ સર્વિસ કરશે બંધ, જો બેકઅપ નહીં લો તો થઈ જશે ડીલીટ
હાર્દિક પંડ્યાએ સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર સુંદર ફોટોગ્રાફ્સ શેર કર્યા કે જેમાં તે સ્વિમિંગ પૂલમાં દીકરા અગસ્ત્ય સાથે જોવા મળ્યો હતો. આ તસ્વીરમાં હાર્દિક પંડ્યાની બૉડી પર ટેટૂ પણ જોવા મળી રહ્યું છે. હાર્દિક પંડ્યાએ સ્વિમિંગ પૂલમાં દીકરા સાથેનો ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે ‘ડેડી બૉય’ (Daddy’s Boy). હાર્દિક પંડ્યાનો આ ફોટોગ્રાફ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કોઈ હોટેલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં તેઓ રોકાયા છે.
હાર્દિક પંડ્યાને વિશ્વનું સૌથી મોટું એવું અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખૂબ જ પસંદ આવ્યું. તેણે તેમાંથી એક તસ્વીર શેર કરતા લખ્યું કે આ ખરા અર્થમાં ભવ્ય સ્ટેડિયમ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્થિત નવા તૈયાર કરાયેલા સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ એમ બંને દેશોની ક્રિકેટ ટીમ અહીં પહોંચી તો તમામ પ્લેયર્સ મોટેરાના આ સ્ટેડિયમની ભવ્યતા જોતા રહી ગયા. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમનો શુભઆરંભ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ડે-નાઈટ(India England Day Night) ટેસ્ટ મેચથી થશે. કોરોનાના લીધે કુલ કેપેસિટીના 50% દર્શકોને પ્રવેશ મળશે.
બીસીસીઆઈ(BCCI) એ ટ્વિટર પર પણ એક વિડીયો પોસ્ટ કર્યો કે જેમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે પ્રમાણિકતાથી કહું તો દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં દર્શકોની વચ્ચે રમવા માટે હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ