Gujarat News

જાનૈયા ડીજેના તાલે ગાતા રહ્યાને, ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ

Horse Run Awat with Groom during Wedding Ceremony

લગ્ન પ્રસંગમાં વરરાજાનો વરઘોડો કાઢવામાં આવે છે. આમ વરઘોડા દરમિયાન વરરાજા ઘોડા પરથી નીચે પડવાના ઘણા બનાવ બનતા હોય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો પાટણમાં જિલ્લામાં બન્યો છે. પાટણમાં એક ઘોડી વરરાજાને લઈને ભાગી (horse run away with groom) ગયાનો બનાવ બન્યો છે. જાનૈયો જયારે નાચવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ઘોડી વરરાજાને લઈને એક કિલોમીટર દૂર પહોંચી ગયો હતો.

લગ્નમાં જાનૈયાઓ એક તરફ ‘વીરા વિરલ તારી ઉંમર છે થોડી, નાની ઉંમરમાં ચડવું છે ઘોડી’ ગીત વાગી રહ્યું હતું અને બીજી તરફ ઘોડો વરરાજાને લઈને ભાગી ગયો હતો.

શા માટે પેટ્રોલ – ડીઝલ ના ભાવ વધી રહ્યા છે, જાણો અને સમજો આ તેલની રમતને

પાટણના રોડ ગમે યુવકના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, અને જાનૈયાઓ ડીજે પર નાચવામાં વ્યસ્ત હતા. વરરાજાને ઘોડી પર બેસાડીને ખાટલા પર નચાવવામાં આવી રહી હતી. એવામાં અચાનક ઘોડી ભડકતા તે બેકાબુ બની હતી. આમ ઘોડી ભડકતા તેનો માલિક કાબુમાં કરી શક્યો ન હતો. અને જોત જોતામાં ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ.

જેના કારણે જાનૈયાઓ પણ નાચવાનું બંધ કરીને ઘોડીને પકડવા પાછળ દોડ્યા હતા. આ બનાવમાં વરરાજા ઘોડા પરથી નીચે પટકાતા સામાન્ય ઈજા પણ પહોંચી છે. બનાવ બાદ વરરાજાને લગ્નના માંડવાને બદલે હૉસ્પિટલ (Hospital) લઈ જવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ