Technology

માત્ર 1 રૂપિયાના ખર્ચમાં ઘરે જાતે કરો AC સર્વિસ, જાણો કેવી રીતે

How to AC service at your home in 10 mint

AC service at your home

ઉનાળો આવતા જ લોકોને એસી (AC) સર્વિસ કરાવવાનું થતું હોય છે. જેના માટે 1000 થી 1500 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ આજે તમને એવી ટેક્નિક બતાવીશું જેનાથી તમે માત્ર 1 રૂપિયાનો ખર્ચ કરીને જાતે જ એસી (AC service at your home) સર્વિસ કરી શકશો. તે પણ માત્ર 10 મિનિટમાં જ. તો ચાલો જાણીએ કેવી રીતે જાતે કરશો AC સર્વિસ.

એસીના ફિલ્ટરની સફાઈ

જ્યારે તમે AC ની પેનલ ખોલશો ત્યારે ફિલ્ટર તમને દેખાશે. ધૂળ ચોંટી જવાથી વ્યવસ્થિત કુલિંગ અને કામ નથી કરી શકતું. તેથી તેને બહાર કાઢીને સાફ કરીને ફરી લગાવી દો.

ટેલિગ્રામમાં પણ લાસ્ટ સીન હાઈડ રાખવું છે? તો ફોલો કરો આ સરળ સ્ટેપ

સ્વિંગ ફ્લેપની સફાઈ

આ પછી AC નો આગળનો ભાગ ઉતારો. જેમાં તમને ત્રણ સ્ક્રુ દેખાશે તેને ખોલી દો. આ પછી તમને સ્વિન્ગ ફ્લેપ જોવા મળશે. તેને પણ નીચે કરીને બહાર કાઢો. હવે તમને બીજા બે સ્ક્રુ જોવા મળશે, તેને પણ બહાર કાઢો.

પેનલમાં લાગેલી જાળીની સફાઈ

આ કર્યા પછી તમને પેનલમાં લાગેલી જાળી વાળો ભાગ દેખાશે. તેને ધીમેથી ઉપરની તરફ ખસેડીને બહાર કાઢીને બરાબર રીતે સાફ કરી દો.

કૂલિંગ કોઇલની સફાઇ

હવે તમે કુલિંગ કોઈલને જોઈએ શકશો. પહેલા તેને સૂકા કપડાથી સાફ કરી દો. આ પછી મગમાં થોડું પાણી લો અને ટુથબ્રશની મદદથી ઉપરથી નીચે સુધી સાફ કરી દો. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તે વાંકી ના વળી જાય.

10 હજાર રૂપિયાની અંદર મળે આ ટોપ 5 કેમેરા સ્માર્ટફોન, જુઓ લિસ્ટ

સાફ કરતી વખતે ધ્યાન રાખો કે બાજુ પરના વાયર અને સર્કિટને ભૂલથી પણ અડશો નહિ. આ પછી નીચેની બાજુથી ફેનની હવા આવે છે તેને પણ બરાબર સાફ કરી દો. આ માટે ભીના કપડાં કે કોલીનનો ઉપયોગ કરી શકો છો.

માત્ર 1 રૂપિયાના શેમ્પુથી કરો સફાઈ

આમ તમારે એસી સાફ કરવા માટે 1000 કે 1500 રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી. આમ AC સાફ કરવા તમારે 1 રૂપિયાના શેમ્પૂના પાઉચની જરૂર પડશે, જેનાથી ફિલ્ટરની સફાઈ થઈ જશે. હવે બધા AC ના બધા પાર્ટ્સની સફાઈ થઈ ગયા અને સુકાઈ ગયા પછી ફરીથી વ્યવસ્થિત રીતે લગાવી દો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ