હવે સરકારે લોકોની જરૂરિયાતો ને જોઈને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ પર આધારકાર્ડ બનવાનું કાયદેસર કર્યું છે. ખુદ UIDAI એ જ આ સુવિધા આપી છે. હવે તમે એટીએમ કાર્ડની જેમ પીવીસી કાર્ડ પર તમારું આધારકાર્ડ બનાવી શકો છે. પીવીસી કાર્ડનો ફાયદો એ છે કે તમારા આધાર કાર્ડને પાણીથી નુકસાન થશે નહીં અને તૂટશે પણ નહીં. ખાસ વાત તો એ છે કે તમે એક જ મોબાઈલ નંબરથી આખા પરિવાર માટે પીવીસી આધારકાર્ડ (PVC Aadhar Card Order) બનાવી શકો છો. તો ચાલો જાણીએ રીત…
પીવીસી આધારકાર્ડની ખાસિયત
સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે PVC આધારકાર્ડ, એટીએમ વાળા કાર્ડની જેમ જ છે. આવી સ્થિતિમાં પાણીથી તૂટી જવા કે ખરાબ થવાનો ડર રહેશે નહીં. આ સિવાય નવા પીવીસી આધારકાર્ડમાં ઘણી નવી સિક્યોરિટી પણ આપવામાં આવી છે.
આ 10 સ્ટેપથી જાણો તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી
આમ PVC આધારકાર્ડ બનાવવા માટે કે ઘરે મંગાવવા માટે તમારે ફકત 5ઓ રૂપિયા ફી ચુકવવાની રહેશે. જેટલા લોકોના પીવીસી આધારકાર્ડ બનાવવા માંગો છો, એટલા લોકોની ફી જમા કરાવાની રહેશે. જો તમારા પરિવારમાં પાંચ લોકો છે, તો તમારે 250 રૂપિયા ફી ચૂકવવી પડશે.
How to Order PVC Aadhar Card online
પીવીસી આધાર કાર્ડ મંગાવવા માટે આ લિંક પર ક્લિક કરો. https://residentpvc.uidai.gov.in/order-pvcreprint એમાં 12 આંકડાનો આધાર કાર્ડ નંબર નાખો અને સિક્યોરિટી કેપ્ચા કોડ પણ નાખો જે તમારી સ્કીન પર દેખાય છે.
ત્યારપછી તમને બે વિકલ્પો મળશે જેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી અને વગર મોબાઈલ નંબર વિકલ્પ ઉપલબ્ધ હશે. આમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમે પરિવારના અન્ય સભ્યો માટે પણ પીવીસી આધારકાર્ડ (PVC Aadhar Card Order) બનાવવા માંગો છો, તો પછી તમે તેમનો આધાર નંબર અને તમારો મોબાઈલ નંબર નાખીને મંગાવી શકો છો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ