Sports News

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડના આ કોચે ઉઠાવ્યા સવાલ, જાણો વિગત

Ind vs Eng: Graham Thorpe says motera stadium seats create problems

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (Motera Stadium Ahmedabad) ને જે ખેલાડીઓએ જોયું છે તેઓ દંગ રહી ગયા છે. સ્ટેડિયમની સુંદરતા અને સુવિધાઓથી ઇંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓ આકર્ષિત થયા છે. જો કે ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પ (Graham Thorpe) એ મોટેરા સ્ટેડિયમની સીટો પર સવાલ ઉભા કરી દીધા છે.

ગ્રાહમ થોર્પેએ કહ્યુ કે મોટેરા સ્ટેડિયમની સીટો પર રંગ (Motera Stadium seats color) ખેલાડીઓ માટે મુસીબતનું કારણ બની શકે છે. ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પ (Graham Thorpe)એ કહ્યું કે મોટેરા સ્ટેડિયમની સીટોના રંગના કારણે પિંક બોલને જોવામાં મુશ્કેલી પડી શકે છે.

હાર્દિક પંડ્યાએ પુત્ર અગસ્ત્ય સાથે સ્વિમિંગ પુલમાં કરી મસ્તી, જુઓ તસ્વીરો

કોચ ગ્રાહમ થોર્પે કહ્યું કે, બેટ્સમેનો માટે સાઈડ સ્ક્રીન લાગેલી છે. પરંતુ ફિલ્ડરોને બોલ જોવામાં પરેશાની થઈ શકે છે. માટે સ્ટેડિયમની સીટોનો રંગ કારણભૂત હોઈ શકે છે.

બીજી બાજુ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)ને રમવામાં નિષ્ફળ રહેલા બેન સ્ટોક્સનો બચાવ કરતાં ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પે (England Coach Graham Thorpe) કહ્યું કે આ સ્ટાર ઓલરાઉન્ડે એ ભૂલવું ન જોઈએ કે તેનામાં બોલરોને બેકફુટ પર લાવવાનો દમ છે.

પહેલી બે ટેસ્ટમાં અશ્વિને ત્રણ વાર સ્ટોક્સને આઉટ કર્યો. થોર્પે કહ્યું કે, આ પડકારરૂપ છે. સ્ટોક્સની રમવાની શૈલી અનેકવાર અલગ-અલગ હોય છે. તેનામાં બોલરોને બેકફુટ પર લાવવાની ક્ષમતમા છે અને તે તેણે ભૂલવું ન જોઈએ.

અશ્વિનના વખાણ કરતા થોર્પે કહ્યું કે, તે ઘણો ખતરનાક બોલર છે અને પિચ સ્પિનરોની મદદગાર હોય તો તેનો સામનો કરવો ઘણું કઠિન થઈ જાય છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ