India News

એરપોર્ટને પણ ટક્કર આપે એવું ભારતનું પહેલું સેન્ટ્રલાઇઝડ AC રેલ્વે સ્ટેશન, જાણો ક્યાં આવેલું છે

India First Centralized AC Railway Station, See Photos

ભારત દેશમાં બેંગ્લુરુમાં બૈપ્પ્નાહલ્લી ખાતે કેન્દ્રિય એર કંડિશન્ડ(India First AC Railway Station) સર એમ. વિશ્વેશ્વરાય રેલ્વે ટર્મિનલ બનાવવામાં આવ્યું છે અને તેમાં અત્યાધુનિક સુવિધાઓ છે. આ રેલ્વે સ્ટેશનને તૈયાર કરવા માટે આશરે 314 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવે છે.

આ રેલ્વે સ્ટેશન શહેરને કર્ણાટકની અંદર અને બહારના અન્ય રેલ્વે સ્ટેશનો સાથે જોડતી વધુ ટ્રેનોનું સંચાલન કરશે. દક્ષિણ કોસ્ટર્ન રેલ્વે (એસડબ્લ્યુઆર) એ અગાઉ કહ્યું હતું કે, કોચિંગ ટર્મિનલ, કેએસઆર બેંગલુરુ અને યસવંતપુર સ્ટેશનોને ડિકોન્જેસ્ટ કરવામાં મદદ કરશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વિટર પર બેંગલુરુના રેલ્વે સ્ટેશનની તસવીર શેર કરી હતી. જોઇને તમને વિશ્વાસ નહીં થાય કે આ એક રેલ્વે ટર્મિનલ છે. રેલ્વે મંત્રી પહેલા ભારતીય રેલ્વેએ પણ આ તસવીર શેર કરી હતી.

નેહા કક્કરની આ દરિયાદિલ ઝલકે જીત્યા લાખો લોકોના દિલ, જાણો એવું તો શું કર્યું

શું છે રેલ્વે સ્ટેશનની ખાસ વિશેષતા (India First AC Railway Station)

બેંગલુરુ રેલ્વે સ્ટેશનની વિશેષ બાબત એ છે કે તે દેશમાં આ પ્રકારનું પહેલું રેલ્વે સ્ટેશન છે, જે સંપૂર્ણ એસી સેન્ટ્રલાઇઝ્ડ છે. આ સ્ટેશનની બીજી વિશેષતા એ છે કે એરપોર્ટની જેમ મુસાફરો માટે પણ વીઆઈપી લાઉન્જ બનાવવામાં આવ્યું છે. જેને લક્ઝરી લુક આપવામાં આવ્યો છે. સાથે સ્ટેશન પર ડિજિટલ રીઅલ ટાઇમ મુસાફરોને માહિતી આપતી સિસ્ટમ પણ છે.

સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગ્લોર એરપોર્ટની ડિઝાઈન મુજબ બનાવાયું છે. તેમાં પેસેન્જર લાઉન્જ (લોજ) તેમજ વીઆઈપી લાઉન્જ (લોજ) અને જમવાની સુવિધા છે. સાથે તેમાં 4 લાખ લિટર ક્ષમતાનો વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ છે. ટર્મિનલ પર દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ રેલ્વે સ્ટેશન 4200 ચોરસમીટરમાં ફેલાયેલું છે. ટર્મિનલ પર બે સબવે સાથે એક ઓવર બ્રિજ પણ બનેલો છે. જે તમામ પ્લેટફોર્મને જોડશે. ટર્મિનલમાં આઠ સ્ટેબલ લાઈન અને ત્રણ પિટ લાઇનો સાથે સાત પ્લેટફોર્મ છે. રેલ્વેનો દાવો છે કે આ ટર્મિનલથી 50 ટ્રેનો ચલાવવામાં આવી શકે છે. મુસાફરોની સુવિધા માટે એસ્કેલેટર અને એલિવેટર પણ બનાવ્યા છે જે સાત પ્લેટફોર્મને જોડે છે.

વોટર રિસાયક્લિંગ પ્લાન્ટની મદદથી પાણીનો બગાડ અટકાવવામાં આવશે. આ સાથે ટર્મિનલ પર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ