Social Media

ઈન્સ્ટાગ્રામમાં આવ્યું ગજબનું ફીચર, ડિલીટ થયેલી પોસ્ટ કરી શકશો રિકવર

Instagram, Recently Deleted, Instagram delete post, Insta post recover, Instagram new feature

Instagram Deleted Feature

ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે લાવ્યું ગજબનું ફીચર. આ ફીચરથી યુઝર્સ ડિલીટ કરેલી પોસ્ટ 30 દિવસની અંદર રિકવર (Insta post recover) કરી શકાશે. તમે તેને કમ્યૂટરના ટ્રેશ કે રિસાઈકલ બિન (Recycle Bin) ની જેમ સમજી શકો છો.

તેના માટે ઇન્સ્ટાગ્રામ એ ખાસ Recently Deleted ફોલ્ડર બનાવ્યું છે. જો કોઈ યુઝર પોસ્ટ કરે છે તો તે પોસ્ટ આ ફોલ્ડરમાં 30 દિવસ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તેને ફરી હંમેશા માટે રીસ્ટોર કે ડિલીટ કરી શકે છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો તારીખ અને સમય

આહના કુમરાએ શેર કરી હોટ બિકીની ફોટોઝ, તસ્વીરો થઈ રહી છે વાઈરલ

ઇન્સ્ટાગ્રામ એ આ ફીચરને લઈને કહ્યું છે કે, આ ફીચર ઘણું ફાયદેમંદ છે. હવે યુઝર્સને ડિલીટ (Instagram Deleted Post) થયેલી પોસ્ટને રીવ્યુ કરવાની તક મળશે. ત્યારબાદ તે પોસ્ટને હંમેશા માટે ડિલીટ કે રિકવર (Insta recover post) કરી શકાશે.

ફોટો, વિડીયો, રીલ, IGTV વિડીયો, સ્ટોરી ડિલીટ થયા પછી Recently Deleted ફોલ્ડરમાં રહેશે. પોસ્ટ ડિલીટ થયા પછી 30 દિવસ તે ફોલ્ડરમાં રહેશે.

જ્યાં સુધી ડિલીટ સ્ટોરીનો સવાલ છે તો તે ડિલીટ થયા પછી Recently Deleted ફોલ્ડરમાં માત્ર 24 કલાક જ રહેશે.

જેને યૂઝર્સ તે સમયગાળા દરમિયાન રિવ્યૂ કરી શકે છે. 30 દિવસ પછી પોસ્ટ Recently Deleted ફોલ્ડરમાંથી ઓટોમેટીક હંમેશા માટે ડિલીટ થઈ જશે.

કંપનીએ કહ્યું કે આ ફોલ્ડર ત્યારે પણ ઘણું ઉપયોગી થશે જયારે તમારું એકાઉન્ટ હેક થઈ જશે. આમ કંપની પોસ્ટ ડિલીટની લઈને એક્સ્ટ્રા પ્રોટેક્શન પણ આપ્યું છે. કદાચ કયારેક યુઝર્સનું એકાઉન્ટ હેક થઈ જાય અને હેકર્સ પોસ્ટ ડિલીટ કરવા માંગે છે તો તે હવે તેવું નહિ કરી શકે.

ઇન્સ્ટાગ્રામના (Instagram) જણાવ્યા અનુસાર હવે પોસ્ટ હંમેશા માટે ડિલીટ કરતા પહેલા એ વેરીફાઈ કરશે કે આ એકાઉન્ટનું એક્સેસ રિયલ યુઝર્સ પાસે છે કે નહિ. આ વેરિફિકેશન મોડ ત્યારે એક્ટિવ થશે જ્યારે યુઝર્સ Recently Deleted ફોલ્ડરથી કોઈ પોસ્ટને હંમેશા માટે ડિલીટ કરશે.

આ નવા ફીચર્સ (instagram deleted feature) નો ઉપયોગ કરવા માટે તમારે ઇન્સ્ટાગ્રામનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. ઇન્સ્ટાગ્રામના સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ સેટિંગમાં જવું પડશે. જ્યાં તમને Recently Deleted ફોલ્ડર જોવા મળશે. ત્યાં તમને ડિલીટ કરેલી પોસ્ટ દેખાશે. જેને તમે હંમેશા માટે ડિલીટ અથવા રિકવર કરી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ