Entertainment

કંગનાએ શેર કર્યો ‘ધાકડ’ નો એક્શન સીન, શૂટ કરવા માટે થયા આટલા કરોડ ખર્ચો

kangana ranaut, dhaakad, kangana ranaut movie dhaakad, dhaakad movie, action sequences, dhaakad action sequence, 25 crore rupess set for dhaadak, biggest action sequence

Kangana Biggest Action Sequence

કંગના રનૌત હાલ અપકમિંગ મુવી ‘ધાકડ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે સખત મહેનત કરી રહી છે. તેનો તેને સોશ્યિલ મીડિયામાં કંગનાને તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે એક એક્શન સિનને શૂટ (Kangana Biggest Action Sequence) કરી રહી છે, જેના પર 25 કરોડથી પણ વધુ રૂપિયાનો ખર્ચો આવશે. આ દાવો તેને ટ્વીટર પર તેની પોસ્ટમાં વીડિયો શેર કરીને કર્યો છે.

એરટેલના 300 રૂપિયાની અંદર મળનાર આ પ્રીપેડ પ્લાન્સમાં દરરોજ મળશે 1.5 જીબી ડેટા

એક્શન સીન પર 25 કરોડનો ખર્ચ

કંગનાએ એક એક્શન સિનનો રિહર્સલનો વીડિયો શેર કરતા લખ્યું, ‘આવા ડિરેક્ટર ક્યારેય નથી જોયા, જે રિહર્સલને આટલું મહત્ત્વ અને સમય આપે છે. સૌથી મોટા એક્શન સિક્વન્સમાંનું એક કાલ રાતથી શૂટ થશે. તેની તૈયારીથી ચકિત છું. ઘણું બધું શીખી રહી છું. 25 કરોડ રૂપિયાથી વધુ એક માત્ર એક્શન સિક્વન્સ પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.’

ક્યારે રિલીઝ થશે ‘ધાકડ’ મુવી?

રજનીશ ઘઈના ડિરેક્શનની બની રહેલી મુવી ‘ધાકડ’ આ વર્ષે દિવાળી પર 1 ઓક્ટોબરે રિલીઝ થશે. આ મુવીમાં દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે કંગના આ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થઈ રહ્યું છે.

આ સિવાય કંગનાની ‘થલાઈવી’ મુવી પણ આ વર્ષે રિલીઝ થવાની છે જે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જિંદગી પર આધારિત છે.

ધાકડ પછી કંગના ‘તેજસ’ મૂવીનું શૂટિંગ શરૂ કરશે. તે ‘અપરાજિત અયોધ્યા’, ‘મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લીજેન્ડ ઓફ દિદ્દા’ અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત એક અનામ ફિલ્મ અનાઉન્સ કરી ચૂકી છે. તેના પ્રોડક્શનની એક અન્ય ફિલ્મ છે જેમાં તે ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment