કરીના કપૂર બીજી વખત મા બનવા જઈ રહી છે. એવામાં Kareena Kapoor એ ઇન્સ્ટાગ્રામ પર કાફતાન સિરીઝની એક પોસ્ટ કરી છે. કરીનાને કાફતાન પહેરવા ખુબ જ ગમે છે. વિકેન્ડ પર તેણે તેની ફ્રેન્ડ અમૃતા અરોરાનો બર્થડે ઉજવ્યો હતો. જે બાદ ઘણી કુલ નજર આવતી હતી. તેણે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર ‘Instagram v/s Reality’ ની પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તે કાફતાન પહેરી સ્ટાઈલમાં નજરે પડે છે.
વિરાટ અને અનુષ્કાએ શેર કર્યો પુત્રી સાથે ફોટો, જાણો શું નામ રાખ્યું
આમ સત્ય વાત એ છે કે, કરીનાને કાફતાન ખુબ પસંદ છે. અને તેને પાઉટ બનાવી રિયલ લાઈફ અને ઇન્સ્ટાગ્રામ વચ્ચેનો ફરક મિટાવવા ઈચ્છે છે. સોશિયલ મીડિયામાં આ તેનો રિયલ અવતાર છે. આમ કાફતાન પહેરી અને પાઉટ બનાવવું હંમેશા ચાલુ છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. સીન શું છે. તેમ આ કેમેન્ટથી સમજી શકાય છે કે આવી પોસ્ટ તેણે કેમ કરી છે.
આ પહેલા તેણે અમૃતા અરોરાની બર્થડે પાર્ટીની તસ્વીરો શેર કરી હતી. તેમાં પણ તેણે કાફતાન પહેરેલું હતું. રવિવારનાં થયેલી આ પાર્ટીમાં તેના સિવાય કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, નતાશા પૂનાવાલા, મહીપ કપૂર અને સીમા ખાન હાજર હતાં. આ તસ્વીરો સોશ્યિલ મીડિયામાં પર વાયરલ થઈ છે.
હાલમાં કરીના અને સૈફ તેમનાં બીજા બાળકનો ઇન્તેઝાર કરી રહ્યાં છે. દીકરા તૈમુરને ત્યાં નાનો ભાઈ કે બહેન આવવાનો છે. બીજા બાળકની તૈયારીઓ પણ કરી લીધી છે. કરીનાએ દરેક વાતે તેનો સાથ આપવા બદલ પતિ સૈફ અલી ખાનનો આભાર માન્યો છે. કરીના પ્રેન્ગ્નનસીમાં પણ કામ કરતી હતી. એટલું જ નહિ કરીનાએ પ્રેગ્નેન્સી પર એક બુક પણ લખવાની છે. આ બૂકનું ટાઈટલ ‘કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ’ (Kareena Kapoor Khan’s Pregnancy Bible) છે. જેમાં તે માં બનનારી મહિલાઓને ગાઈડ કરતી નજરે આવશે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ