માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે, એકવાર ચેક કરી લો લિસ્ટ

By | February 27, 2021
March 2021 Bank Holidays List, check dates here

Bank Holidays List in March 2021

આ માર્ચ મહિનામાં બેંકોના કામ હોય તો જલ્દીથી પુરા કરી લેજો, કેમ કે 11 દિવસ બેંકોમાં (Bank Holidays in March 2021) રજા રહેવાની છે. તેમાં કુલ મળીને ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. ડિજિટલ માધ્યમથી વિવિધ બેન્ક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં ઘણી વાર ચેક ક્લિયરન્સ, લોન સબંધિત બીજી કોઈપણ પ્રકારની સેવાઓ માટે બેન્કની શાખામાં જવું પડતું હોય છે. આવી સ્તિથિમાં તમારે એ પણ જાણવું જરૂરી હોય છે કે તમારા બેન્કિંગ કાર્ય સાથે વ્યવહાર કરવાનો છે તે દિવસે બેંકોની રજા તો નથી ને. ચાલો તમને જણાવી દઈએ કે માર્ચ 2021માં બેંકોમાં કઈ તારીખે રજાઓ રહેશે.

ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં વધારો કરાયો, જાણો ક્યાં સુધી લાગુ રહેશે

Bank Holidays List in March 2021

5 માર્ચ 2021: આ દિવસે ચાપચર કુટ છે. મિઝોરમમાં આ દિવસે બેંકોની રજા રહેશે.

7 માર્ચ 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

11 માર્ચ 2021: આ દિવસે મહા શિવરાત્રી છે. ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગણા, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગ, ઝારખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બેંકોમાં રજા રહેશે.

13 માર્ચ 2021: બીજો શનિવાર હોવાથી બેંકોની રજા રહેશે.

14 માર્ચ 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકોની સાપ્તાહિક રજા રહેશે.

21 માર્ચ 2021: આ દિવસે રવિવારને કારણે, સાપ્તાહિક રજા રહેશે.

22 માર્ચ 2021: આ દિવસે બિહાર દિવસ હોવાથી, ફક્ત બિહાર રાજ્યમાં જ બેંકની રજા રહેશે.

27 માર્ચ 2021: આ દિવસે ચોથો શનિવાર છે, તેથી બેંકોમાં રજા રહેશે.

28 માર્ચ 2021: રવિવાર હોવાને કારણે, બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

29 માર્ચ 2021: આ દિવસે હોળી હોવાથી ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ, સિક્કિમ, તેલંગાણા, મણિપુર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, ગોવા, બિહાર, છત્તીસગ, ઝારખંડ, મેઘાલય અને હિમાચલ પ્રદેશમાં બેંકોની રજા રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ