‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે’ ભારતના ઘનિષ્ઠને મળી ધમકી ભરી ચિઠ્ઠી

By | February 26, 2021

Mukesh Ambani Security Scare: Suspicious letter indise in car

એશિયામાં સૈાથી ધનિક બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન (Reliance Industrialist Chairman) મુકેશભાઈ અંબાણી (Mukesh Ambani) ના ઘર (Antilia) ની બહાર સંદિગ્ધ હાલતમાં વિસ્ફોટકો ભરેલી એક કાર મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ આની તપાસ કરી રહી છે. આ દરમિયાન કારમાંથી સુપર પાવરડેઝર 125 ગ્રામ વિસ્ફોટક અને 20 જીલેટીન સ્ટીક મળી આવી છે. સાથે જ કારમાંથી કેટલીક નકલી નંબર પ્લેટ પણ મળી આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ લખેલી બેગમાંથી એક ચિઠ્ઠી મળતા ફાફળાટ વ્યાપી ગયો છે.

શા માટે પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટ રમાડવામાં આવે છે, જાણો ટેક્નિકલ કારણ

જે સ્કોર્પિયો કાર મળી છે તેની સીટ પર મુંબઈ ઈન્ડિયન્સની બેગ રાખવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની એક ક્રિકેટ ટીમ છે. જેની માલિક મુકેશ અંબાણી છે. આ બેગમાં ધમકી ભરેલી ચિઠ્ઠી હતી. જે વ્યક્તિએ સ્કોર્પિયોને ત્યાં પાર્ક કરી તે કાર ઉભી રાખી ઈનોવા કારમાં બેસી જતો રહ્યો હતો.

શંકાસ્પદ ગાડીમાંથી મળી ચિઠ્ઠી

મુકેશ અંબાણીના નામે જે ધમકી ભરી ચિઠ્ઠી મળી છે તેમાં લખવામાં આવ્યું છે કે, “નીતા ભાભી અને મુકેશ ભૈયા ફેમિલી, યહ તો સિર્ફ એક ટ્રેલર હૈ. અગલી બાર યે સામાન પુરા હોકર આયેગા. પૂરી ફેમિલીકો ઉડાને કે લિયે ઈંતજામ હો ગયા હે, સંભલ જાના.” સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરનારાઓએ લગભગ એક મહિના સુધી આ જગ્યાની રેકી કરી હતી.

મુંબઇના ગામદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એંટીલિયા (Antilia)ની બહાર જિલેટીન સ્ટીક મળતા આતંકવાદી એંગલને ધ્યાને રાખીને તપાસ ચાલી રહી છે. ATSની સાથે જ મુંબઈ ક્રાઈમ બ્રાંચની 10 થી વધારે ટીમ વિવિધ હોટલ, ઢાબામાં સંદિગ્ધોને લઈ તપાસ કરી રહી છે.

આ કેસમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908 ના 286, 465, 473, 506 (2), 120 (બી) આઈપીસી અને યુ / 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

શું છે જિલેટિનનું નાગપુર કનેક્શન

પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપી ઈચ્છતો હતો કે તે તમામની નજરમાં આવે. એ રીતે તેણે પ્લાનિંગ કર્યુ છે. જે કંપનીનું જિલેટિન આ ગાડીમાં હતુ. તે નાગપુરની કંપની છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે અહીં આવી આ મામલાની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચની 10 ટીમ તપાસમાં જોડાઈ છે. આ મામલામાં અત્યાર સુધી 5 શંકાસ્પદો પર નજર રખાઈ રહી છે. સાથે આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે.

સુરક્ષા રિવ્યૂ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે શંકાસ્પદ કાર મળતા અહીં સુરક્ષા પણ વધારી દેવાઈ છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પાસે જે CRPFની સુરક્ષા છે તે તેનો પણ રિવ્યૂ કરશે. CRPF દ્વારા અંબાણીના ક્લોઝ પ્રોટેક્શનમાં લાગેલા જવાનોની સંખ્યાને વધારી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસના રિપોર્ટના આધારે આગળની સુરક્ષાની મજબૂત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે કેસ પણ દાખલ કરી દેવાયો છે. મુંબઈ પોલીસની સાથે સાથે ATSની ટીમ, ડોગ સ્ક્વોર્ડ અને એન્ટી બોમ્બ સ્ક્વોર્ડ પણ તપાસ કરી રહી છે. સાથે આતંકી એંગલ પર પણ તપાસ થઈ રહી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ