Neha Kakkar Helps – બોલિવુડ પ્રખ્યાત સિંગર નેહા કક્કર (Neha Kakkar) સારી ગાયિકા તો છે જ સાથો સાથ તે એક સારી વ્યક્તિ પણ છે. નેહા કેટલી ઇમોશન અને દરિયાદિલ છે તેની ઝલક ઇન્ડિયન આઇડલ (Indian Idol 12)ના મંચ પર દેખાતી જ રહે છે.
આ વીકએન્ડ ઈન્ડિયન આઈડલ 12 ના સ્ટેજ પર લક્ષ્મીકાંત-પ્યારેલાલની હિટ જોડીમાંથી પ્યારેલાલ પણ ઉપસ્થિત રહેશે. ઈન્ડિયન આઈડલ 12ની ટીમે પ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદને પણ આમંત્રિત કર્યા, જેમણે વીતેલા જમાનામાં પ્યારેલાલ સાથે કામ કર્યું હતું. 81 વર્ષથી સંતોષ આનંદ (Santosh Anand)ની પાસે કંઇ કામ નથી. અને દીકરાનાં નિધન બાદ તેઓ સંપૂર્ણ રીતે તુટી ગયા છે. હાલમાં જ તે એક રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) નાં સેટ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તેમની દર્દ ભરી દાસ્તાન સંભળાવી હતી.
નેહાની દરિયાદિલી ઝલક (Neha Kakkar Helps)
‘જિંદગી કી ના ટૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી’ જેવા ઘણા શાનદાર સોંગ બોલિવુડને આપનારા ગીતકાર સંતોષ આનંદ આજે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. સંતોષ આનંદે કહ્યું હતું કે તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા પડી ગયા છે. તેમના માથે ઘણું દેવું છે અને સતત મુશ્કેલીમાં મહેસુસ કરી રહ્યા છે. તેમની આ સ્થિતિ જાણી નેહા કક્કર ખૂબ જ ભાવુક થઇ અને તરત જ તેણે પાંચ લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી. સાથે તેણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદ કરવાની અપીલ કરી. નેહાએ તેમને સન્માન આપતાં તેમના માટે ‘એક પ્યાર કા નગમા’ ગીત પણ ગાયું.
IPL 2021 હરાજી – ક્યાં ખેલાડીનો કઈ ટીમમાં થયો સમાવેશ, જાણો સંપૂર્ણ લિસ્ટ
એક સમયે સંતોષ આનંદના નામની ગણના તેવા લોકોમાંથી થતી, જેમના સંગીતનો જાદૂ ફિલ્મો પર ખૂબ ચાલતો હતો. સંતોષ આનંદે ‘જિંદગી કી ના ટૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી’ સિવાય ‘મહોબ્બત હૈ ક્યા ચીઝ’, ‘એક પ્યાર કા નગમા હૈ’ અને ‘મેઘા રે મેઘા રે મત જા તૂ પરદેશ’ જેવા ઘણા શાનદાર સોંગ બોલિવુડને આપ્યા છે.
સંતોષ આનંદને ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ના (1974) સોંગ ‘મેં ના ભૂલૂંગા’ અને વર્ષ 1983માં ફિલ્મ ‘પ્રેમ રોગ’ના સોન્ગ ‘મહોબ્બત હૈ ક્યા ચીઝ’ માટે ફિલ્મફેર અવોર્ડ્સ પણ મળ્યા હતા.
ફાયર બ્રિગેડના કર્મચારીની પણ મદદ કરી
ગત જાન્યુઆરી મહિનામાં જ નેહા કક્કરે ફાયર બ્રિગેડના કર્મચારી બિપિન ગણાત્રાને બે લાખ રૂપિયાની મદદ (neha kakkar helps) આપવાનું વચન આપ્યું હતું. બિપિન ગણાત્રા છેલ્લાં ચાલીસ વર્ષથી આગ ઓલવવાનું કામ કરતાં આવી રહ્યા છે. હજારો લોકોની જાન બચાવા બિપિન ગણાત્રાને પદ્મશ્રી ઍવૉર્ડથી પણ સમ્માનિત કરાઇ ચૂકયા છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ