Gujarat News

રાત્રિ કર્ફયુને લઈને મોટો નિર્ણય, જાણો સરકારે શું કરી જાહેરાત?

Night Curfew Continue to 4 Metro City in Gujarat

Night Curfew in Metro City – ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે. કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ આપવામાં આવ્યો છે.

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ થયો ફરજીયાત, FASTag વિના વાહન ચલાવવા પર થઈ શકે છે આ નુકશાન

ગત મહિને સરકારે કર્ફ્યુના સમયમાં રાહત આપ્યા બાદ સરકારે ફરી એક વખત 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતો. કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો થતાં આખરે સરકાર કર્ફ્યૂમાં સમયમાં થોડી છૂટછાટ આપી છે. રાત્રિ કર્ફ્યૂ ફેબ્રુઆરીના અંત સુધી યથાવત રહેશે.

રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ પર 35 ટકા સુધી ડિસ્કાઉન્ટ

આજે મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ (night curfew in metro city) લંબાવામાં આવ્યો છે. આ રાત્રિ કર્ફ્યુ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ