Business

રેલવેનો વધુ એક IPO કરશે માલામાલ, આ તારીખે આવી રહ્યો છે બજારમાં

RailTel IPO launch 16th February, All you need to knowUpcoming New IPO – આજકાલ ભારતીય શેરમાર્કેટમાં IPOની વણઝાર લાગી છે. શેરમાર્કેટમાં વધુ એક નવો આઈપીઓ આવી રહ્યો છે. સરકારી કંપની રેલટેલનો નવો IPO (RailTel IPO launch date) 16 ફેબ્રુઆરીના રોજ ખુલશે. રેલેટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નો IPO 16 થી 18 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. બંને એક્સચેન્જ બીએસઈ અને એનેએસઈ પર શેરનું લિસ્ટિંગ કરવામાં આવશે.

VIRAL VIDEO: આ વેઈટરે એવો ડાન્સ કર્યો કે લોકો સીટીઓ વગાડવાં લાગ્યા

રેલટેલ એ ભારતીય રેલવેનું એક સાહસ છે. તે ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા પૂરી પાડે છે. તે ભારતની સૌથી મોટી ન્યુટ્રલ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર છે. વર્ષ 2000માં કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય દેશભરમાં ટ્રેનોના નિયંત્રણની કામગીરી, ટ્રેનોની સલામતી અને બ્રોડબેન્ડ અને મલ્ટિ-મીડિયા નેટવર્ક સુવિધાઓ પ્રદાન કરીને વધારાની આવક મેળવવાનો છે. આમ આ કંપની રેલ્વે મંત્રાલયના દેખરેખ હેઠળ કામ કરે છે.

રેલટેલ આઈપીઓ (RailTel IPO) ની વિગતો

– આઈપીઓની પ્રાઈસ બેન્ડ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

– સરકાર આઈપીઓમાં કુલ 8,71,369 શેર ઓફર ફોર સેલ થકી વેચશે.

– IPO થકી સરકારની 819.24 કરોડ એકત્ર કરવાની યોજના છે.

– IPOની લોટ સાઈઝ 155 ઈક્વિટી શેરની છે.

– ઓછામાં ઓછું રોકાણ 14,570 રૂપિયાનું કરવાનું રહેશે.

– મહત્તમ 13 લોટ માટે રોકાણકારો એપ્લાઈ કરી શકશે.

આઇપીઓ માટે આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ઇશ્યૂના લીડ બુક મેનેજર છે.

આ વર્ષનો છઠ્ઠો IPO

આ વર્ષ એટલે કે 2021નો છઠ્ઠો IPO હશે. IRFC, Indigo Paints, Home First Finance, સ્ટવ ક્રાફ્ટ અને બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટના આઈપીઓ અત્યાર સુધીમાં આવી ગયા છે. હવે RailTel છઠ્ઠો આઈપીઓ હશે. 15 ફેબ્રુઆરીએ ન્યુરેકા લિમિટેડનો આઈપીઓ પણ આવવાનો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ