દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગે (SAMSUNG) ફરી એકવાર ભારતમાં 7,000 mAh બેટરી વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી F62 ને ભારતમાં લાઇવ સ્ટ્રીમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સેમસંગ F41ની રજૂઆત સાથે એફ સીરીઝની શરૂઆત કરવામાં આવી હતી. SAMSUNG GALAXY F62 માં પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઇન છે. તેની ડિઝાઇન પાછલી એફ સીરીઝથી અલગ છે.
આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આમાં સેમસંગનો ઈનહાઉસ ઓક્ટાકોર એક્ઝિનોસ( EXYNOS ) 9825 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પ્રોસેસરને કંપનીએ 2019 માં ગેલેક્સી નોટ 10 સાથે લોન્ચ કર્યું હતું. તેની અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં 7,000 એમએએચની બેટરી અને 8 જીબી રેમ આપવામાં આવી છે. તે કંપનીના લેટેસ્ટ One UI 3.1 પર કામ કરે છે.
શું તમારે અંગ્રેજી શીખવું છે? આ ફ્રી એપ અંગ્રેજી શીખનારાઓ માટે વરદાનરૂપ છે
આ સ્માર્ટફોન સંપૂર્ણપણે નવી ડિઝાઇન સાથે આવે છે. જેના બેક સાઈડમાં યુનિક પેટર્ન મેટેલિક ગ્રેડેશન ડિઝાઇન આપવામાં આવી છે. કંપની તેના નવા સ્માર્ટફોન ગેલેક્સી F62ની તુલના OnePlus Nord, Realme X3 SuperZoom અને Realme X7 5G સાથે કરે છે.
Samsung Galaxy F62 Smartphone Specification
Display | 6.70-inch |
Processor | Samsung Exynos 9825 |
Front Camera | 32-megapixel |
Rear Camera | 64-megapixel + 12-megapixel + 5-megapixel + 5-megapixel |
RAM | 6GB |
Storage | 128GB |
Battery Capacity | 7000mAh |
Operating System | Android 11 |
Resolution | 1080×2400 pixels |
Sim Slot | Dual SIM, GSM+GSM |
Sim Size | SIM1: Nano, SIM2: Nano |
WLAN | Wi-Fi 802.11 a/b/g/n/ac, dual-band, Wi-Fi Direct, hotspot |
Bluetooth | 5.0, A2DP, LE |
GPS | Yes, with A-GPS, GLONASS, GALILEO, BDS |
Charging | Fast charging 25W, Reverse charging |
USB | USB Type-C 2.0, USB On-The-Go |
ભારતમાં સેમસંગ ગેલેક્સી F62 ની કિંમત અને લોન્ચ ઓફર
ભારતમાં સેમસંગ ગેલેક્સી F62 ના બેઝ વેરિયન્ટની કિંમત 23,999 રૂપિયા છે. જેમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 25,999 રૂપિયા છે. ફોનમાં લેસર બ્લુ, લેસર ગ્રીન અને લેસર ગ્રે કલર ઓપ્શન આવે છે. તે 22 ફેબ્રુઆરીથી બપોરે 12 વાગ્યા સુધી વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. તે ફ્લિપકાર્ટ અને સેમસંગ ઇન્ડિયા ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાય છે. તેને રિલાયન્સ ડિજિટલ, જિઓ રિટેલ સ્ટોર્સ અને પસંદ કરેલા રિટેલ સ્ટોર્સ પર પણ ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી F62 પર લોન્ચ ઓફરમાં રિચાર્જ ડિસ્કાઉન્ટ કૂપન પર 3,000 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. જિઓ ગ્રાહકો માટે રિલાયન્સ બ્રાન્ડ માટે 7,000 રૂપિયાનું કૂપન આપવામાં આવી રહ્યું છે. ICICI બેંકના કાર્ડ અને ઇએમઆઈમાં રૂ. 2,500 નું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્રોગ્રામ સાથે પણ આવે છે. જે અંતર્ગત ગ્રાહક ફોનની કિંમતના 70 ટકા ભાવ આપીને આ ફોન લઈ શકે છે. એક વર્ષ પછી, ગ્રાહકને નવા ગેલેક્સી સીરીઝના સ્માર્ટફોન પર અપગ્રેડ કરવાનો વિકલ્પ મળશે. બાકીના 30 ટકા રૂપિયા આપીને પણ ગ્રાહક ફોન પોતાની પાસે રાખી શકે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ